Ind Vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો 7 વર્ષનો વિજયરથ રોક્યો, સતત 11 વનડે સિરીઝ જીતવાનો રેકોર્ડ તૂટ્યો

Ind Vs NZ: ટીમ ઈન્ડિયાએ પાંચમી વનડેમાં ન્યૂઝીલેન્ડને 22 રનથી હરાવી સિરીઝ 3-1થી જીતી અને કીવી ટીમનો 7 વર્ષનો વિજયરથ રોક્યો.
Nancy Shukal
Nancy Shukal
Ind Vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડનો 7 વર્ષનો વિજયરથ રોક્યોInd Vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડનો 7 વર્ષનો વિજયરથ રોક્યો

Ind Vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડનો 7 વર્ષનો વિજયરથ રોક્યો

Ind Vs NZ: માઉન્ટ મૌંગાનુઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 22 રનથી શાનદાર જીત મેળવીને સિરીઝ 3-1થી પોતાના નામે કરી છે. આ જીત સાથે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડના ઘરઆંગણે છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલા વિજય અભિયાનનો અંત લાવી દીધો છે. એટલું જ નહીં સતત 11 વનડે સિરીઝ જીતવાનો કીવી ટીમનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

ટીમ ઈન્ડિયાની બેટિંગ રહી ખરાબ

મેચમાં ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા માત્ર 7 રન અને વિરાટ કોહલી 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ભારતે માત્ર 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શ્રેયસ ઐયરે 22 રન બનાવી યોગદાન આપ્યું હતું.

પરંતુ ઈશાન કિશન અને અક્ષર પટેલે ભારતીય ઈનિંગને સંભાળી હતી. બંનેએ 46-46 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. નમન ધીરે 22 રન બનાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવરોમાં મોહમ્મદ સિરાજે અણનમ 14 અને અર્શદીપ સિંહે 14 રન બનાવી ટીમનો સ્કોર 42.1 ઓવરમાં 209 રન સુધી પહોંચાડ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને મિચેલ સેન્ટનરે 3-3 વિકેટ લીધી હતી.

ભારતીય બોલર્સ સામે કીવી બેટ્સમેન નિષ્ફળ

210 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલર્સ સામે ટકી શકી ન હતી. ડીન ફોક્સક્રોફ્ટે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. જ્યારે મિચેલ સેન્ટનર અને નિક કેલીએ 24-24 રન તથા વિલ યંગે 22 રનનું યોગદાન આપ્યું હતું.

ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે 2-2 વિકેટ મેળવી હતી. જ્યારે આકિબ નબી, યશ ઠાકુર અને નમન ધીરને 1-1 સફળતા મળી હતી.

આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમ 48.1 ઓવરમાં 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે 22 રનથી જીત મેળવીને ન્યૂઝીલેન્ડના ઘરઆંગણે ઐતિહાસિક સફળતા મેળવી.

આ પણ વાંચો: Mohit Ulva: 'મને વિશ્વાસ હતો કે આજે મારો દિવસ છે', મોહિત ઉલ્વાએ છેલ્લી ઓવરમાં ભારતને કેવી રીતે અપાવી જીત?