Kavya Maran Anirudh Ravichander Wedding: ગ્રીસમાં કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરે કર્યા લગ્ન, સામે આવી પહેલી તસવીર

Kavya Maran Anirudh Ravichander Wedding: કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરે ગ્રીસમાં લગ્ન કર્યા. બંનેના લગ્નની પહેલી તસવીર સામે આવી છે.
Nancy Shukal
Nancy Shukal
Kavya Maran Wedding: કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરે કર્યા લગ્નKavya Maran Wedding: કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરે કર્યા લગ્ન

Kavya Maran Wedding: કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરે કર્યા લગ્ન

Kavya Maran Anirudh Ravichander Wedding: સનરાઈઝર્સ હૈદરાબાદની સહ-માલિક કાવ્યા મારન અને જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ 11 નવેમ્બર 2026ના રોજ ગ્રીસમાં ખાનગી ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કરીને લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ આ કપલે સોશિયલ મીડિયા પર પહેલી તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં કપલ આઈવરી કલરના પરંપરાગત આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. વ્હાઈટ ફૂલોથી સજાવેલા સ્થળે બંને એકબીજાનો હાથ પકડીને હસતાં જોવા મળે છે.

અનિરુદ્ધે શેર કરી લગ્નની પહેલી તસવીર

અનિરુદ્ધ રવિચંદરે પોતાની પત્ની કાવ્યા મારન સાથેની લગ્નની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે તેને લખ્યું હતું કે, 'મારી જિંદગીની એક ખાસ ક્ષણ, જે હંમેશાં માટે યાદગાર રહેશે... 11.11.' આ પોસ્ટ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ શેર કરી હતી.

View post on Instagram

લગ્નના જશ્નની શરૂઆત 10 નવેમ્બરથી પરંપરાગત સગાઈ સેરેમની સાથે થઈ હતી. આ પ્રસંગમાં પરિવારના નજીકના સભ્યો અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. જેમાં અનિરુદ્ધના કાકા અને સુપરસ્ટાર રજનીકાંત, ઐશ્વર્યા રજનીકાંત, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સન પિક્ચર્સે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બંનેની તસવીર શેર કરીને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Moments from Kaviya and Anirudh’s wedding! ✨

#KAVIYAandANIRUDH https://t.co/LWd5lrWEHp</p>&mdash; Sun Pictures (@sunpictures) <a href="https://x.com/sunpictures/status/2120531583367287142?ref_src=twsrc%5Etfw">November 11, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

ગ્રીસમાં લગ્ન કર્યા બાદ અનિરુદ્ધ અને કાવ્યા 21 નવેમ્બર 2026ના રોજ ચેન્નાઈમાં ભવ્ય રિસેપ્શન યોજવાના છે. તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં આ તારીખની પુષ્ટિ કરવામાં આવી હતી.

લગ્નના આ સમારોહમાં સામેલ થવા માટે કાવ્યાના માતા-પિતા કલાનિધિ મારન અને કાવેરી મારને તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરીને તેમને આમંત્રણ આપ્યું હતું. રિસેપ્શનમાં ફિલ્મ, રાજકારણ, વેપાર અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે.

2024થી શરૂ થઈ હતી ચર્ચા

અનિરુદ્ધ અને કાવ્યાએ પોતાના સંબંધને લાંબા સમય સુધી ખાનગી રાખ્યો હતો. વર્ષ 2024માં બંનેને વિદેશમાં સાથે જોવામાં આવ્યા બાદ તેમના સંબંધોની ચર્ચાઓ શરૂ થઈ હતી. લાસ વેગાસમાં બંનેની મુલાકાતની તસવીરો પણ ચર્ચામાં આવી હતી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Heartiest congratulations to Kaviya and Anirudh on their wedding! ♥️✨

#KAVIYAandANIRUDH https://t.co/fI8K4uNY1I</p>&mdash; Sun Pictures (@sunpictures) <a href="https://x.com/sunpictures/status/2120526975395590234?ref_src=twsrc%5Etfw">November 11, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

પરંતુ તે સમયે બંનેમાંથી કોઈએ પોતાના સંબંધની પુષ્ટિ કરી ન હતી. જૂન 2025માં અનિરુદ્ધે લગ્ન અંગેની શરૂઆતની ચર્ચાઓને પણ ફગાવી દીધી હતી. ત્યારબાદ બંને કેટલીક પારિવારિક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.

કોણ છે અનિરુદ્ધ અને કાવ્યા મારન?

અનિરુદ્ધ રવિચંદર ભારતીય ફિલ્મ સંગીત જગતનું જાણીતું નામ છે. 'વ્હાય ધિસ કોલાવેરી ડી' ગીતથી તેને દેશભરમાં પોપ્યુલારિટી મળી હતી. તેને 'જેલર', 'વિક્રમ', 'લિયો' અને 'જવાન' જેવી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું છે.

બીજી તરફ, કાવ્યા મારન સન ગ્રુપના ચેરમેન અને સન ટીવી નેટવર્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કલાનિધિ મારનની પુત્રી છે. તેઓ IPL ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદની સહ-માલિક તરીકે પણ જાણીતી છે. હવે આ બંનેના લગ્નને કારણે મનોરંજન અને ક્રિકેટ જગતમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: Gunmaster G9 Trailer: ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ગનમાસ્ટર G9'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ