Jaybir Singh Gurudut: 8 વર્ષના જયબીર સિંહ ગુરુદત્તે મુઆયથાઈ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ, ગુજરાતનું વધાર્યું ગૌરવ


Jaybir Singh Gurudut: 8 વર્ષના જયબીરે મુઆયથાઈ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ
Jaybir Singh Gurudut: 8 વર્ષના જયબીર સિંહ ગુરુદત્તે મુઆયથાઈ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ, ગુજરાતનું વધાર્યું ગૌરવ


Jaybir Singh Gurudut: 8 વર્ષના જયબીરે મુઆયથાઈ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ
Jaybir Singh Gurudut: માત્ર 8 વર્ષની ઉંમરે જયબીર સિંહ ગુરુદત્તે રાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલી છઠ્ઠી રાષ્ટ્રીય મુઆયથાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જયબીરે ગોલ્ડ મેડલ જીતી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
અંડર-9 કેટેગરીની 30 કિલોથી ઓછી વજન કેટેગરીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર જયબીરે દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ સામે કુલ ત્રણ મુકાબલા લડ્યા હતા. તેને ત્રણેય મુકાબલામાં જીત મેળવીને રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેની રમત, સાહસ અને દૃઢ નિશ્ચયે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
જયબીરની આ સફળતા પાછળનું કારણ છે સ્કિલ ટ્રેનિંગ
જયબીરની આ સફળતા પાછળ નિયમિત તાલીમ, શિસ્ત અને રમત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા રહેલી છે. તેના કોચ સરદાર અમનદીપ સિંહ ગોત્રાના જણાવ્યા અનુસાર, જયબીર દરરોજ સવારે અને સાંજે બે-બે કલાક સ્કિલ ટ્રેનિંગ કરતો હતો. આ તાલીમ દરમિયાન બોક્સિંગના પંચ, કિક, કોણી અને ઘૂંટણથી પ્રહાર કરવાની ટેકનિક પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું.
કોચે વધુમાં જણાવ્યું હતું કે, તાલીમના ભાગરૂપે જયબીરને પંચિંગ બેગ પર આશરે 1,000 પંચ અને કિકનો અભ્યાસ પણ કરાવવામાં આવતો હતો. તેની સાતત્યપૂર્ણ મહેનત, શિસ્ત અને સમર્પણ જ તેને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં મહત્ત્વનાં પરિબળ બન્યાં છે.
ફિટનેસમાં પણ નોંધાવી છે અનેક સિદ્ધિઓ
મુઆયથાઈમાં રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત જયબીરે ફિટનેસ અને શારીરિક કૌશલ્યના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. તેના નામે એક મિનિટમાં 156 પ્લેન્ક જેક્સ કરવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. આ ઉપરાંત જમ્પિંગ જેક્સ અને માઉન્ટેન ક્લાઈમ્બર્સ જેવી કસરતોમાં તે બે વખત રાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર પણ બની ચૂક્યો છે.
માત્ર 8 વર્ષની ઉંમરે જયબીરે હાંસલ કરેલી આ સિદ્ધિઓ તેની રમત પ્રત્યેની લગન અને સતત પ્રયત્નોનું પ્રતિબિંબ છે. યોગ્ય તાલીમ, કુશળ કોચિંગ અને સતત પ્રોત્સાહન મળે તો નાની ઉંમરના ખેલાડીઓ પણ અસાધારણ સિદ્ધિઓ મેળવી શકે છે, તેનું ઉદાહરણ જયબીરે પૂરું પાડ્યું છે.
છઠ્ઠી રાષ્ટ્રીય મુઆયથાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને જયબીરે ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. તેની આ સફળતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવાનું સપનું જોતા અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
આ પણ વાંચો: Ahmedabad PVL Season 5: અમદાવાદમાં પ્રાઈમ વોલીબોલ લીગની પાંચમી સિઝનનો 30 નવેમ્બરથી પ્રારંભ, 10 ટીમ લેશે ભાગ




