Ahmedabad PVL Season 5: અમદાવાદમાં પ્રાઈમ વોલીબોલ લીગની પાંચમી સિઝનનો 30 નવેમ્બરથી પ્રારંભ, 10 ટીમ લેશે ભાગ


Ahmedabad PVL Season 5: અમદાવાદમાં પ્રાઈમ વોલીબોલ લીગ સીઝન-5નો પ્રારંભ
Ahmedabad PVL Season 5: અમદાવાદમાં પ્રાઈમ વોલીબોલ લીગની પાંચમી સિઝનનો 30 નવેમ્બરથી પ્રારંભ, 10 ટીમ લેશે ભાગ


Ahmedabad PVL Season 5: અમદાવાદમાં પ્રાઈમ વોલીબોલ લીગ સીઝન-5નો પ્રારંભ
Ahmedabad PVL Season 5: અમદાવાદમાં વોલીબોલ રમતપ્રેમીઓ માટે ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ પ્રાઈમ વોલીબોલ લીગની પાંચમી સિઝનનું ભવ્ય આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. 30 નવેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ ટુર્નામેન્ટ રમાશે. કેઈઆઈ વાયર્સ એન્ડ કેબલ્સ દ્વારા પાવર્ડ આ લીગમાં દેશનાં 10 શહેરોની 10 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લેશે. સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 39 મેચ રમાશે.
ત્રણ ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ જોડાશે
આ સિઝનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ અમદાવાદ ડિફેન્ડર્સ ટીમ કરશે. અગાઉની ચાર સિઝનમાં અમદાવાદ ડિફેન્ડર્સ એક વખત ચેમ્પિયન, એક વખત રનર-અપ અને બે વખત ત્રીજા સ્થાને રહી ચૂકી છે. દરેક ટીમમાં ભારતીય ખેલાડીઓ ઉપરાંત 3 ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ પોતાની રમતનું પ્રદર્શન કરશે.
લીગમાં 15 પોઈન્ટની ગેમનું વિશેષ ફોર્મેટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત સુપર પોઈન્ટ અને સુપર સર્વ જેવી નવીન વિશેષતાઓ મેચોને વધુ ઝડપી અને રોમાંચક બનાવશે. ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ એક કરોડ રૂપિયા રાખવામાં આવી છે. મેન ઓફ ધ મેચ સહિત વિવિધ કેટેગરીમાં ખેલાડીઓને ઈનામ આપવામાં આવશે.
500 શાળાઓમાં વોલીબોલ રમત વિકસાવવાની યોજના તૈયાર
બીજી તરફ, ગુજરાતમાં વોલીબોલની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે 500 શાળાઓમાં વોલીબોલ રમત વિકસાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ માટે શાળાઓના રમતગમત શિક્ષકોને આંતરરાષ્ટ્રીય વોલીબોલના નિયમો અને તાલીમ આપવાનો પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. શાળાકક્ષાએ ટુર્નામેન્ટ યોજીને રાજ્યસ્તરે વોલીબોલ રમતોત્સવ શરૂ કરવાનું પણ આયોજન છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, પ્રાઈમ વોલીબોલ લીગ શરૂ થયા બાદ ભારતીય ટીમનું વર્લ્ડ રેન્કિંગ 153થી સુધરીને 43મા સ્થાને પહોંચ્યું છે. ભારતને ટોપ-20 ટીમોમાં સ્થાન અપાવવાનું લક્ષ્ય છે. અમદાવાદમાં વિમેન્સ વોલીબોલ લીગ શરૂ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની નવી તક પૂરી પાડશે.
આ પણ વાંચો: Dhruv Jurel: ધ્રુવ જુરેલે ધોની-મોરેના ખાસ ક્લબમાં બનાવી જગ્યા, સદી ચૂકી જવા છતાં હાંસલ કરી મોટી સિદ્ધિ




