IND Vs NZ: જસપ્રીત બુમરાહની ટોપ-10માં ધમાકેદાર એન્ટ્રી, શ્રીનાથને પાછળ છોડ્યા


IND Vs NZ: જસપ્રીત બુમરાહે જવાગલ શ્રીનાથને છોડ્યા પાછળ
IND Vs NZ: જસપ્રીત બુમરાહની ટોપ-10માં ધમાકેદાર એન્ટ્રી, શ્રીનાથને પાછળ છોડ્યા


IND Vs NZ: જસપ્રીત બુમરાહે જવાગલ શ્રીનાથને છોડ્યા પાછળ
IND Vs NZ: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર પોતાની ઘાતક બોલિંગથી ચર્ચામાં આવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બુમરાહે શાનદાર પ્રદર્શન કરીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેને પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સના લિસ્ટમાં ટોપ-10માં સ્થાન મેળવી લીધું છે.
પ્રથમ ઓવરમાં જ ટોમ લાથમને કર્યો આઉટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલનો આ નિર્ણય જસપ્રીત બુમરાહે સાચો સાબિત કર્યો હતો. જસપ્રીત બુમરાહે મેચના પ્રથમ જ ઓવરમાં ત્રીજા બોલે ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને શૂન્ય રને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.
ત્યારબાદ પણ જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ટી-બ્રેક સુધી તેને ન્યૂઝીલેન્ડની ટીમને 3 મોટા ઝટકા આપ્યા હતા. જસપ્રીત બુમરાહે 12 ઓવરમાં 5 મેડન સાથે માત્ર 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
237 વિકેટ સાથે શ્રીનાથને છોડ્યા પાછળ
આ 3 વિકેટની સાથે જ જસપ્રીત બુમરાહની ટેસ્ટ ક્રિકેટમાં કુલ 237 વિકેટ થઈ ગઈ છે. આ સાથે તેને જવાગલ શ્રીનાથનો 236 ટેસ્ટ વિકેટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શ્રીનાથે 67 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે બુમરાહ ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સના લિસ્ટમાં દસમા નંબરે પહોંચી ગયો છે.
અનિલ કુંબલે હજુ પણ પ્રથમ સ્થાને
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. તેને 132 ટેસ્ટમાં 619 વિકેટ ઝડપી છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન 537 વિકેટ સાથે બીજા નંબરે છે. ફાસ્ટ બોલરોમાં કપિલ દેવ 434 વિકેટ સાથે પ્રથમ ક્રમે છે. હવે બુમરાહની નજર આ યાદીમાં વધુ ઊંચું સ્થાન મેળવવા પર રહેશે.




