Hong Kong Sixes: UAEએ ટીમ ઈન્ડિયાને હરાવી, માત્ર 26 બોલમાં 95 રનનો ટાર્ગેટ કર્યો ચેઝ


Hong Kong Sixes
Hong Kong Sixes: UAEએ ટીમ ઈન્ડિયાને હરાવી, માત્ર 26 બોલમાં 95 રનનો ટાર્ગેટ કર્યો ચેઝ


Hong Kong Sixes
Hong Kong Sixes 2026: હોંગકોંગ સિક્સેસમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. પાકિસ્તાન સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પાસે UAEને હરાવી સેમીફાઈનલમાં પહોંચવાની તક હતી, પરંતુ ભારતીય ટીમ આ તકનો લાભ ઉઠાવી શકી નહીં. UAE સામે પણ ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે જ ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
UAE સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. ભારત તરફથી ટી. નટરાજને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેને માત્ર 14 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 38 રનની આક્રમક ઈનિંગ રમી હતી. જ્યારે રાહુલ ત્રિપાઠીએ પણ 7 બોલમાં 21 રન ફટકાર્યા હતા. પરંતુ શશાંક સિંહ, નીતિશ રાણા અને કેપ્ટન કૃણાલ પંડ્યા ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.
UAEએ માત્ર 26 બોલમાં મેચ જીતી
95 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમે ભારતીય બોલર્સને જોરદાર ધોલાઈ કરી હતી. UAEએ 1 પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 26 બોલમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
UAEના કેપ્ટન ખાલિદ શાહે માત્ર 14 બોલમાં અણનમ 52 રન ફટકાર્યા હતા. તેની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ઓપનર અંશ ટંડને પણ 12 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન સામે પણ ભારતને મળી હતી હાર
30 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં પણ ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં શશાંક સિંહે માત્ર 11 બોલમાં 40 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેમ છતાં ભારતીય ટીમ 6 ઓવરમાં માત્ર 88 રન જ બનાવી શકી હતી. જવાબમાં પાકિસ્તાને કેપ્ટન અબ્બાસ આફ્રિદીની 8 બોલમાં 35 રનની આક્રમક ઈનિંગના આધારે માત્ર 23 બોલમાં જ ટાર્ગેટ મેળવી લીધો હતો.
કૃણાલ પંડ્યાની બોલિંગ પણ રહી નિરાશાજનક
આ બંને મેચમાં ભારતીય કેપ્ટન કૃણાલ પંડ્યાનું પ્રદર્શન પણ ચર્ચાનો વિષય બન્યું હતું. પાકિસ્તાન સામેની મેચમાં તેની પ્રથમ ઓવરમાં સતત 5 બોલ પર 5 સિક્સ ફટકારવામાં આવી હતી. જ્યારે UAE સામેની મેચમાં પણ તેને માત્ર 2 બોલ ફેંક્યા હતા અને બંને બોલ પર UAEના બેટ્સમેને છગ્ગા ફટકાર્યા હતા.
આ રીતે ભારતીય ટીમ માટે હોંગકોંગ સિક્સેસ 2026નું અભિયાન નિરાશાજનક રહ્યું હતું. બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ખરાબ પ્રદર્શનને કારણે ભારતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.





