U19 Asia Cup: આર્યવીર સહેવાગે UAE સામે ફટકારી ધમાકેદાર સદી, 160 રન બનાવી આઉટ


U19 Asia Cup: આર્યવીર સહેવાગની 160 રનની ધમાકેદાર ઈનિંગ
U19 Asia Cup: આર્યવીર સહેવાગે UAE સામે ફટકારી ધમાકેદાર સદી, 160 રન બનાવી આઉટ


U19 Asia Cup: આર્યવીર સહેવાગની 160 રનની ધમાકેદાર ઈનિંગ
U19 Asia Cup: અંડર-19 એશિયા કપમાં ભારતીય યુવા બેટર આર્યવીર સહેવાગે પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. યુએઈ સામે રમાઈ રહેલી મેચમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરે ધમાકેદાર સદી ફટકારી હતી. તેને 168 બોલમાં 160 રનની યાદગાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 17 ચોગ્ગા અને 7 છગ્ગા જોવા મળ્યા હતા.
આર્યવીરે ટૂર્નામેન્ટમાં ફટકારી પ્રથમ સદી
યુએઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે લક્ષ્ય રાજ ચંદાની અને આર્યવીર સહેવાગ વચ્ચે અડધી સદીની પાર્ટનરશીપ થઈ હતી. લક્ષ્ય આઉટ થયા બાદ આર્યવીરે મોરચો સંભાળ્યો હતો અને આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી.
આર્યવીરે 131 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેને 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ પણ તેની બેટિંગનો આક્રમક અંદાજ યથાવત રહ્યો હતો અને તેને પોતાની ઈનિંગને 160 રન સુધી પહોંચાડી હતી.
વીકે વિનિત સાથે કરી શાનદાર પાર્ટનરશીપ
આર્યવીરે વીકે વિનિત સાથે મળીને બીજી વિકેટ માટે શાનદાર પાર્ટનરશીપ નોંધાવી હતી. બંને બેટર્સે આક્રમક બેટિંગ કરીને ભારતીય ટીમનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો હતો. મેચમાં 38 ઓવરમાં જ ભારતે 203 રન બનાવી લીધા હતા. આર્યવીરની મોટી ઈનિંગે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
આ ટૂર્નામેન્ટમાં આર્યવીરની આ પ્રથમ સદી છે. આ પહેલાં તેને નેપાળ સામે અણનમ 70 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાન સામેની મેચમાં તે માત્ર 22 રન બનાવી શક્યો હતો.
ભારત માટે UAE સામે જીત જરૂરી
ગ્રુપ-Aમાં ભારતીય ટીમ માટે યુએઈ સામેની આ મેચ ખૂબ જ મહત્ત્વની છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં ભારતે નેપાળને હરાવ્યું હતું, પરંતુ પાકિસ્તાન સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે સેમીફાઈનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બન્યો છે. હવે યુએઈ સામે જીત મેળવીને ભારતીય ટીમ પોતાની સ્થિતિ મજબૂત કરવા માગશે.
આ પણ વાંચો: IND Vs NZ: હેમિલ્ટનમાં વરસાદને કારણે રદ્દ ત્રીજી વનડે, એક પણ બોલ ન ફેંકાયો




