IPL 2027: તમામ 10 ટીમના રિલીઝ કરેલા પ્લેયર્સનું લિસ્ટ, જાણો કયા ખેલાડીઓ થયા બહાર

IPL 2027: IPL 2027 પહેલાં તમામ 10 ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કરેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. ધોની, મિચેલ સ્ટાર્ક અને જેકબ બેથેલ સહિત અનેક મોટા નામો બહાર થયા.
Nancy Shukal
Nancy Shukal
IPL 2027: 10 ટીમના રિલીઝ કરેલા પ્લેયર્સનું લિસ્ટ જાહેરIPL 2027: 10 ટીમના રિલીઝ કરેલા પ્લેયર્સનું લિસ્ટ જાહેર

IPL 2027: 10 ટીમના રિલીઝ કરેલા પ્લેયર્સનું લિસ્ટ જાહેર

IPL 2027: IPL 2027ના મિની ઓક્શન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. 17 નવેમ્બરે જાહેર થયેલી આ લિસ્ટમાં અનેક મોટા ખેલાડીઓનાં નામ સામેલ છે. આગામી સિઝન પહેલાં ટીમોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. રિષભ પંત, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓની ટીમ બદલાવાની ચર્ચા વચ્ચે હવે રિલીઝ લિસ્ટે પણ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને રિલીઝ કર્યો છે. પરંતુ એમએસ ધોની IPL 2027ના ઓક્શનમાં જોવા નહીં મળે. તેઓ ટીમ સાથે મેન્ટરની ભૂમિકામાં જોડાયેલા રહેશે. CSKએ મથિશા પથિરાના સહિત અનેક ખેલાડીઓને પણ બહાર કર્યા છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જેકબ બેથેલને રિલીઝ કરીને સૌને ચોંકાવી દીધા છે.

કઈ ટીમે કયા ખેલાડીઓને કર્યા રિલીઝ?

મુંબઈ ઈન્ડિયન્સ: દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, કેશવ મહારાજ, એએમ ગઝનફર, થર્વ અંકોલેકર, મોહમ્મદ ઈઝહાર, દાનિશ માલેવા, મયંક રાવત અને મયંક માર્કંડે.

ચેન્નાઈ સુપર કિંગ્સ: મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, જેક ફોલ્ક્સ, પ્રશાંત વીર, અમન ખાન, કુલદીપ યાદવ, આકાશ મધવાલ, ડાયન ફોરેસ્ટર, મેકનીલ નોરોન્હા અને એમએસ ધોની.

દિલ્હી કેપિટલ્સ: નીતિશ રાણા, અભિષેક પોરેલ, પથુમ નિસંકા, બેન ડકેટ, કરુણ નાયર, સાહિલ પારખ, દુષ્મંથા ચમીરા, કાયલ જેમિસન, રેહાન અહમદ અને મિચેલ સ્ટાર્ક.

લખનૌ સુપર જાયન્ટ્સ: બ્રીટ્ઝકે, એનરિક નોર્ખિયા, જ્યોર્જ લિન્ડે, વાનિંદુ હસરંગા, નમન તિવારી અને અર્શિન કુલકર્ણી.

પંજાબ કિંગ્સ: લોકી ફર્ગ્યુસન, મિચ ઓવેન, નેહલ વઢેરા, પાયલા અવિનાશ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ.

સનરાઈઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, કામિન્દુ મેન્ડિસ, જયદેવ ઉનડકટ, દિલશાન મદુશંકા, ઓંકાર તરમાલે, અમિત કુમાર, શિવમ માવી, ગેરાલ્ડ કોએત્ઝી અને ડેવિડ પેન.

રાજસ્થાન રોયલ્સ: એડમ મિલ્ને, કુલદીપ સેન, રવિ સિંહ, ક્વેના મફાકા, તુષાર દેશપાંડે, યુદ્ધવીર સિંહ, શિમરોન હેટમાયર અને વિગ્નેશ પુથુર.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: જેકબ બેથેલ, રિચર્ડ ગ્લીસન, મંગેશ યાદવ, સાત્વિક દેસવાલ અને વિહાન મલ્હોત્રા.

ગુજરાત ટાઈટન્સ: ઈશાંત શર્મા, માર્ક વુડ, કુલવંત ખેજરોલિયા, શાહરુખ ખાન અને કોનર એસ્ટરહુઈઝન.

કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે, આકાશ દીપ, બ્લેસિંગ મુઝારબાની, દક્ષ કામરા, લવિનિથ સિસોદિયા, એમ પથિરાના, મુસ્તફિઝુર રહેમાન, નવદીપ સૈની, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, તેજસ્વી સિંહ અને ઉમરાન મલિક.

હવે આગામી મહિને યોજાનારા મિની ઓક્શન પર સૌની નજર રહેશે. ટીમો પોતાની જરૂરિયાત પ્રમાણે નવા ખેલાડીઓ ખરીદીને IPL 2027 માટે મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: MS Dhoni: ‘ફેન્સે મને ખોટો સાબિત કર્યો’, સંન્યાસ બાદ ધોનીની ભાવુક પોસ્ટ, ફેવરિટ ગીત સાથે શેર કર્યો ક્રિકેટ સફરનો Video