IPL 2027: રાજસ્થાન અને લખનૌ વચ્ચે થઈ મોટી મોટી ટ્રેડ ડીલ, રાજસ્થાન રોયલ્સમાં જોડાયો મોહમ્મદ શમી

IPL 2027: IPL 2027 પહેલાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મોટો ટ્રેડ થયો છે. મોહમ્મદ શમી અને સેમ કરન સહિત 3 ખેલાડીઓની ટીમ બદલાઈ છે.
Nancy Shukal
Nancy Shukal
IPL 2027: રાજસ્થાન અને લખનૌ વચ્ચે થઈ મોટી ટ્રેડ ડીલIPL 2027: રાજસ્થાન અને લખનૌ વચ્ચે થઈ મોટી ટ્રેડ ડીલ

IPL 2027: રાજસ્થાન અને લખનૌ વચ્ચે થઈ મોટી ટ્રેડ ડીલ

IPL 2027: IPL 2027 પહેલાં ખેલાડીઓના ટ્રેડને લઈને સિલસિલો તેજ બન્યો છે. રિટેન્શન લિસ્ટ જાહેર થાય તે પહેલાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મોટો ટ્રેડ થયો છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે, જ્યારે ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં સામેલ થયો છે. આ ટ્રેડમાં લેફ્ટચ સ્પિનર એમ. સિદ્ધાર્થની ટીમ પણ બદલાઈ છે.

8 કરોડમાં રાજસ્થાન રોયલ્સમાં જોડાયો મોહમ્મદ શમી

અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સ સાથે ટ્રેડ કર્યો છે. લખનૌએ શમીને 10 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ હવે તે 8 કરોડ રૂપિયાની સુધારેલી ફી સાથે રાજસ્થાન રોયલ્સમાં જોડાયો છે. એટલે કે શમીને પોતાની અગાઉની સેલરી કરતાં 2 કરોડ રૂપિયા ઓછા મળશે.

મોહમ્મદ શમીના આગમનથી રાજસ્થાન રોયલ્સની બોલિંગ વધુ મજબૂત બનશે. તેની પાસે IPLમાં રમવાનો લાંબો અનુભવ છે. અત્યાર સુધીમાં તેને 132 મેચમાં 145 વિકેટ ઝડપી છે. તેની સ્વિંગ બોલિંગ અને શરૂઆતની ઓવરોમાં વિકેટ ઝડપવાની ક્ષમતા રાજસ્થાન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એમ. સિદ્ધાર્થ પણ રાજસ્થાન રોયલ્સમાં સામેલ

આ ટ્રેડમાં મોહમ્મદ શમીની સાથે લેફ્ટ સ્પિનર એમ. સિદ્ધાર્થ પણ લખનૌ સુપર જાયન્ટ્સ છોડીને રાજસ્થાન રોયલ્સમાં જોડાયો છે. તેને તેની હાલની 75 લાખ રૂપિયાની ફી પર ટ્રેડ કરવામાં આવ્યો છે.

સિદ્ધાર્થ વર્ષ 2024થી લખનૌની ટીમનો ભાગ હતો. આ દરમિયાન તેને 9 મેચ રમીને 9 વિકેટ ઝડપી હતી. તેની ચોકસાઈભરી બોલિંગ રાજસ્થાનના સ્પિન વિભાગને મજબૂતી આપી શકે છે.

સેમ કરન હવે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમશે

બીજી તરફ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન રાજસ્થાન રોયલ્સ છોડીને લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો છે. લખનૌએ તેને તેની વર્તમાન 2.4 કરોડ રૂપિયાની ફી પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

સેમ કરન બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપવા માટે જાણીતો છે. IPLમાં અત્યાર સુધીમાં તેને 59 વિકેટ ઝડપી છે અને 997 રન બનાવ્યા છે. તેના આગમનથી લખનૌની ટીમને એક સારો ઓલરાઉન્ડર વિકલ્પ મળશે.

આમ, IPL 2027 પહેલાં રાજસ્થાન અને લખનૌ વચ્ચે થયેલા આ ટ્રેડથી બંને ટીમોના ખેલાડીઓના સંતુલનમાં ફેરફાર થયો છે. હવે આગામી સીઝનમાં આ ખેલાડીઓ નવી ટીમ તરફથી કેવું પ્રદર્શન કરે છે તેના પર ફેન્સની નજર રહેશે.

આ પણ વાંચો: MS Dhoni IPL Retirement: IPLમાંથી MS ધોનીએ લીધી નિવૃત્તિ, ક્રિકેટ જગતમાં 'માહી' યુગનો અંત