IPL 2027: મોહમ્મદ શમીની ટીમ બદલાશે! રાજસ્થાન અને લખનૌ વચ્ચે ટ્રેડ ડીલ નક્કી, સેમ કરન LSGમાં જોડાશે?


IPL 2027: મોહમ્મદ શમી રાજસ્થાન રોયલ્સમાં જોડાશે?
IPL 2027: મોહમ્મદ શમીની ટીમ બદલાશે! રાજસ્થાન અને લખનૌ વચ્ચે ટ્રેડ ડીલ નક્કી, સેમ કરન LSGમાં જોડાશે?


IPL 2027: મોહમ્મદ શમી રાજસ્થાન રોયલ્સમાં જોડાશે?
IPL 2027: IPL 2027ની ઓક્શન પહેલાં ખેલાડીઓની અદલાબદલીને લઈને ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે હલચલ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લઈને મોટા ટ્રેડના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટ્રેડને લઈને સહમતી બની ગઈ છે. આ ડીલ હેઠળ મોહમ્મદ શમી રાજસ્થાનની ટીમમાં જોડાશે, જ્યારે ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ બનશે.
મીડિયા રિપોર્ટ મુજબ આ ટ્રેડમાં તમિલનાડુનો લેફ્ટ સ્પિનર એમ. સિદ્ધાર્થ પણ સામેલ છે. લખનૌની ટીમ તેને પણ રિલીઝ કરવા તૈયાર થઈ ગઈ છે. પરંતુ આ ટ્રેડની ઔપચારિક પ્રક્રિયા હજુ પૂર્ણ થવાની બાકી છે.
રાજસ્થાનને મળશે મોહમ્મદ શમીના અનુભવનો ફાયદો
મોહમ્મદ શમીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. IPL 2026માં શમીનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી રહ્યું ન હતું. તેને 13 મેચમાં 9.00ની ઈકોનોમીથી કુલ 12 વિકેટ ઝડપી હતી. પરંતુ તેનો અનુભવ રાજસ્થાન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મોહમ્મદ શમી પાવરપ્લેમાં વિકેટ લેવામાં નિષ્ણાત બોલર છે. વર્ષ 2024થી અત્યાર સુધી તેને શરૂઆતની 6 ઓવરમાં 8.76ની ઈકોનોમીથી 14 વિકેટ ઝડપી છે. રાજસ્થાનમાં તેની જોડી જોફ્રા આર્ચર સાથે બની શકે છે. આ બંને અનુભવી ઝડપી બોલર્સ ટીમના બોલિંગ આક્રમણને વધુ મજબૂત બનાવી શકે છે.
સેમ કરનથી LSGની ઓલરાઉન્ડરની સમસ્યા દૂર થશે
બીજી તરફ, સેમ કરન માટે લખનૌ સુપર જાયન્ટ્સ IPLની ત્રીજી ફ્રેન્ચાઈઝી બનશે. આ પહેલાં તે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. ઈજાના કારણે તે IPL 2026માં રમી શક્યો ન હતો.
લખનૌમાં સેમ કરનની મુલાકાત ટીમના ગ્લોબલ ડિરેક્ટર ઓફ ક્રિકેટ ટોમ મૂડી સાથે થશે. બંને અગાઉ ઓવલ ઈનવિન્સિબલ્સ અને ડેઝર્ટ વાઈપર્સ સાથે કામ કરી ચૂક્યા છે. સેમ કરનના આગમનથી લખનઉની બેટિંગ અને બોલિંગ બંનેને મજબૂતી મળી શકે છે. હવે આ ટ્રેડની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: Ind Vs NZ: ન્યૂઝીલેન્ડમાં 58 વર્ષમાં ભારતે માત્ર 2 ટેસ્ટ સિરીઝ જીતી, કેપ્ટન શુભમન ગિલ સામે મોટો પડકાર




