Arjun Rajput: 19 વર્ષનો અર્જુન રાજપૂત કોણ છે? પાકિસ્તાન સામે ફટકારી ધમાકેદાર સદી


Arjun Rajput: અર્જુન રાજપૂત કોણ છે?
Arjun Rajput: 19 વર્ષનો અર્જુન રાજપૂત કોણ છે? પાકિસ્તાન સામે ફટકારી ધમાકેદાર સદી


Arjun Rajput: અર્જુન રાજપૂત કોણ છે?
Arjun Rajput: અંડર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય યુવા બેટ્સમેન અર્જુન રાજપૂતે પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી ત્યારે 19 વર્ષના અર્જુને કમાન સંભાળી અને આક્રમક અંદાજમાં સદી ફટકારી હતી. તેને માત્ર 80 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પરંતુ આ મેચમાં વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડના દીકરાઓ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.
80 બોલમાં સદી ફટકારી ભારતની લાજ રાખી
મેચમાં એક સમયે ભારતીય ટીમે માત્ર 22 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અર્જુન રાજપૂતે જવાબદારી સંભાળી હતી. તેને શરૂઆતમાં સંયમપૂર્વક બેટિંગ કરી અને માત્ર 43 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેને આક્રમક બેટિંગ શરૂ કરી અને માત્ર 80 બોલમાં શાનદાર સદી ફટકારી હતી.
અર્જુને પોતાની 107 રનની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ 107 રનના વ્યક્તિગત સ્કોર પર રિઝવાનુલ્લાહે તેને આઉટ કર્યો હતો. અર્જુનની વિકેટ પડ્યા બાદ ભારતીય ટીમની ઈનિંગ ફરી મુશ્કેલીમાં મુકાઈ હતી.
કોણ છે અર્જુન રાજપૂત?
19 વર્ષના અર્જુન રાજપૂત પંજાબના જાલંધરનો રહેવાસી છે. તેના પિતાનું નામ હોતી રામ છે. અર્જુનના દાદા અગાઉ છોલે-કુલચે વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તેના પરિવારજનોએ ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવામાં તેને પૂરો સહયોગ આપ્યો હતો.
લેફ્ટ બેટ્સમેન અર્જુને હરભજન સિંહની ક્રિકેટ એકેડમીમાં તાલીમ મેળવી છે. પોતાની મહેનત અને પ્રતિભાના જોરે તે પંજાબની અંડર-16 ટીમનો કેપ્ટન પણ બન્યો હતો. ત્યારબાદ વિનુ માંકડ ટ્રોફી અને કૂચ બિહાર ટ્રોફી જેવી સ્પર્ધાઓમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને તેને ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
અર્જુન માત્ર સારો બેટ્સમેન જ નહીં, પરંતુ ઉપયોગી ઓફ સ્પિનર પણ છે. અગાઉની મેચમાં તેને માત્ર 8 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
સેહવાગ અને દ્રવિડના દીકરાઓનું નિરાશાજનક પ્રદર્શન
પાકિસ્તાન સામેની આ મેચમાં આર્યવીર સેહવાગે 22 રન બનાવ્યા હતા, જ્યારે અન્વય દ્રવિડ માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાની ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. વીકે વિનિતે 8 અને યશવર્ધન ચૌહાણે 1 રન બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી નિકાબ શફીકે આર્યવીર અને અન્વયની વિકેટ ઝડપી હતી, જ્યારે અલી રઝા અને રિઝવાનુલ્લાહે 2-2 વિકેટ મેળવી હતી.
અર્જુન રાજપૂતની આ શાનદાર ઈનિંગે સાબિત કર્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પ્રતિભા અને આત્મવિશ્વાસના જોરે મેચનું પાસું પલટી શકાય છે.
આ પણ વાંચો: Rajat Patidar: રજત પાટીદાર ટીમમાંથી બહાર, રિંકુ સિંહને મળી મોટી જવાબદારી, ઈન્ડિયા-Aની ટીમમાં મોટા ફેરફાર




