Get News Alerts

Never miss breaking news updates.

ICC Ranking: ટીમ ઈન્ડિયાનો રેન્કિંગમાં દબદબો, શ્રી ચરણીએ રચ્યો ઈતિહાસ, દીપ્તિ શર્માએ લગાવી મોટી છલાંગ

ICC Ranking: ACC વિમેન્સ એશિયા કપ 2026 જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ ICC વિમેન્સ T20I રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે. ફાઈનલમાં શાનદાર બોલિંગ કરનાર શ્રી ચરણીએ ઈતિહાસ રચ્યો છે.
Nancy ShuklaUpdated on: 15 Sep 2026 03:11 PM IST
ICC Ranking: ટીમ ઈન્ડિયાનો રેન્કિંગમાં દબદબો, શ્રી ચરણીએ રચ્યો ઈતિહાસ, દીપ્તિ શર્માએ લગાવી મોટી છલાંગICC Ranking: ટીમ ઈન્ડિયાનો રેન્કિંગમાં દબદબો, શ્રી ચરણીએ રચ્યો ઈતિહાસ, દીપ્તિ શર્માએ લગાવી મોટી છલાંગ

ICC Ranking

ICC Ranking: એશિયા કપ 2026 જીત્યા પછી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ICC વિમેન્સ T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં પણ પોતાની છાપ છોડી દીધી છે. ફાઈનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને ભારતે રેકોર્ડ આઠમી વખત એશિયા કપ જીત્યો. હવે તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી ભારતીય ખેલાડીઓને લેટેસ્ટICC રેન્કિંગમાં નોંધપાત્ર ફાયદો થયો છે.

શ્રી ચરણીએ હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ

ટીમની લેફ્ટ સ્પિનર ​​શ્રી ચરણીએ બોલર્સના રેન્કિંગમાં કરિયરનું બેસ્ટ રેટિંગ મેળવ્યું છે. તે 800 રેટિંગ પોઈન્ટનો આંકડો પાર કરનારી પ્રથમ ભારતીય બોલર બની છે. તેનું રેટિંગ 804 પોઈન્ટ પર પહોંચી ગયું છે, અને તે લિસ્ટમાં ટોપ પર પહોંચી છે. પરંતુ ટોપ 10 વિમેન્સ T20I બોલર્સના રેન્કિંગમાં ફક્ત 2 ભારતીય છે. શ્રી ચરણી સિવાય દીપ્તિ શર્માનું પણ નામ છે. દીપ્તિ શર્માએ પણ લેટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.

શ્રી ચરણીએ એશિયા કપ ફાઈનલમાં શ્રીલંકા સામે 4 વિકેટ લીધી હતી. તેણે ટુર્નામેન્ટમાં 12 વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શને ભારતની ટાઈટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને તે હવે વિમેન્સ T20I બોલિંગ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ ધરાવતી ખેલાડીઓના લિસ્ટમાં જોડાઈ ગઈ છે. વિમેન્સ T20I બોલર રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની મેગન શુટ સૌથી વધુ રેટિંગ પોઈન્ટનો રેકોર્ડ ધરાવે છે, ત્યારબાદ શ્રી ચરણીનો નંબર આવે છે. ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન 802 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.

ICC T20I રેન્કિંગમાં અત્યાર સુધીની સૌથી વધુ રેટિંગ ધરાવતી મહિલા બોલર

મેગન શુટ (ઓસ્ટ્રેલિયા) - 806

શ્રી ચરણી (ભારત) – 804

સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ) - 802

શબનીમ ઈસ્માઇલ સાઉથ આફ્રિકા) – 781

શેલી નિત્શ્કે (ઓસ્ટ્રેલિયા) - 780

દીપ્તિ શર્માનું નંબર 1 બનાવાનું લક્ષ્ય

શ્રી ચરણી પાસે હવે નંબર 1 સ્થાન માટે તેની જ ટીમની અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા તરફથી સૌથી મોટો પડકાર છે. એશિયા કપમાં 14 વિકેટ લેનારી દીપ્તિ બોલર્સના રેન્કિંગમાં 4 સ્થાન ઉપર આવીને બીજા નંબરે પહોંચી ગઈ છે. ફાઈનલમાં તેણે 19 રન આપીને 3 વિકેટ લીધી હતી.

ભારતે T20I બેટિંગ રેન્કિંગમાં પણ સુધારો કર્યો છે. એશિયા કપમાં 236 રન સાથે સૌથી વધુ રન બનાવનાર શેફાલી વર્મા એક સ્થાન ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટમાં તેની બેટિંગ એવરેજ 47.20 હતી. તે ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ 5 સ્થાન આગળ આવીને 15મા નંબરે પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની અને જ્યોર્જિયા વોલે વિમેન્સ T20I બેટિંગ રેન્કિંગમાં ટોપ 2નું સ્થાન જાળવી રાખ્યું છે.

આ પણ વાંચો: Junior Women Hockey Team એ સતત ત્રીજીવાર એશિયા કપ જીત્યો, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.