IND Vs NZ ODI સિરીઝ પહેલાં મોટો ઝટકો, 2 ખેલાડી વનડે મેચમાંથી બહાર

IND Vs NZ:ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ પહેલાં માર્ક ચેપમેન અને રચિન રવિન્દ્ર ઈજાને કારણે બહાર થયા છે. ન્યૂઝીલેન્ડે ટીમમાં નવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે.
Nancy Shukla
IND Vs NZIND Vs NZ

IND Vs NZ

IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો પડ્યો છે. ટીમના બે મહત્ત્વના ખેલાડી માર્ક ચેપમેન અને રચિન રવિન્દ્ર ઈજાને કારણે વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓ હજુ સુધી પોતાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી. તેમના સ્થાને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે.

માર્ક ચેપમેન અને રચિન રવિન્દ્ર ઈજાને કારણે બહાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સિરીઝની શરૂઆત 4 નવેમ્બરથી થશે. સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માર્ક ચેપમેન અને રચિન રવિન્દ્ર ઈજાને કારણે આ સિરીઝમાં રમી શકશે નહીં.

માર્ક ચેપમેન હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે. તેને સંપૂર્ણ ફિટ થવામાં હજુ લગભગ 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. બીજી તરફ એક પ્રમોશનલ શૂટ દરમિયાન રચિન રવિન્દ્રને ખભામાં ઈજા થઈ હતી. આ કારણે તેને પણ મેદાન પર પરત ફરવામાં સમય લાગશે.

બંને ખેલાડીઓ ઈજાને કારણે ભારત સામેની T20 સિરીઝમાં પણ રમી શક્યા ન હતા. હવે વનડે સિરીઝમાંથી પણ બહાર થતાં ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ વધી છે.

ન્યૂઝીલેન્ડની ટીમમાં 3 નવા ખેલાડીઓને સ્થાન

ખેલાડીઓની ઈજાને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમમાં ફેરફાર કર્યા છે. વિકેટકીપર બેટર ટિમ સાઈફર્ટને પ્રથમ ત્રણ વનડે માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ તેને છેલ્લી બે મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો. હવે તે પાંચેય મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત હેનરી નિકોલ્સ અને ડીન ફોક્સક્રોફ્ટને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. નિકોલ્સ માત્ર પ્રથમ વનડે માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે ફોક્સક્રોફ્ટ છેલ્લી 2 મેચમાં રમશે. મેટ ફિશરને પણ પાંચેય મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ તે માત્ર છેલ્લી 2 મેચ માટે પસંદ થયો હતો.

પ્રથમ ત્રણ વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ

મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ ફિશર, હેનરી, કાઈલ જેમીસન, ટોમ લાથમ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સીફર્ટ, નાથન સ્મિથ, વિલ યંગ અને બ્લેર ટિકનર.

છેલ્લી બે વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ

મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, લોકી ફર્ગ્યુસન, મિચેલ હે (વિકેટકીપર), નિક કેલી, ટિમ સીફર્ટ (વિકેટકીપર), બ્લેર ટિકનર અને વિલ યંગ.

આ પણ વાંચો: Ind Vs NZ: શ્રેયસ ઐયરે સ્વીકારી ટીમ ઈન્ડિયાની ભૂલ, કહ્યું- 'અમારી બોલિંગ અને ફિલ્ડિંગ અપેક્ષા મુજબ રહી નહીં'