ICC T20 Rankings: સતત 2 હારથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ICC T20 રેન્કિંગમાં નંબર-1 પર કોણ છે?

ICC T20 Rankings: ન્યૂઝીલેન્ડ સામે સતત 2 T20I મેચ હારતાં ટીમ ઈન્ડિયાની ICC રેન્કિંગ રેટિંગ ઘટીને 267 થઈ. ઈંગ્લેન્ડ 269 રેટિંગ સાથે નંબર-1 પર યથાવત છે.
Nancy Shukla
ICC T20 RankingsICC T20 Rankings

ICC T20 Rankings

ICC T20 Rankings: ન્યૂઝીલેન્ડ સામેની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ભારતીય ટીમે શરૂઆતની 3 મેચ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સિરીઝ પણ પોતાના નામે કરી લીધી હતી. પરંતુ છેલ્લી બે મેચમાં સતત હારનો સામનો કરવો પડતાં ટીમ ઈન્ડિયાને ICC T20 રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે. એક સમયે નંબર-1 સ્થાનની નજીક પહોંચેલી ભારતીય ટીમ હવે ફરી ઈંગ્લેન્ડથી પાછળ રહી ગઈ છે.

3 જીત બાદ ભારતની રેટિંગ 269 થઈ હતી

શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની શરૂઆતની 3 T20 મેચ જીતી હતી. આ જીતના પરિણામે ICC T20 રેન્કિંગમાં ભારતનું રેટિંગ વધીને 269 થઈ ગયું હતું. ઈંગ્લેન્ડની ટીમની રેટિંગ પણ 269 હતી. એટલે બંને ટીમો ટોપના સ્થાને સંયુક્ત રીતે પહોંચી ગઈ હતી.

ભારત પાસે વધુ એક મેચ જીતીને નંબર-1નું સ્થાન એકલા હાથે મેળવવાની તક હતી. પરંતુ છેલ્લી 2 મેચમાં ન્યૂઝીલેન્ડે વાપસી કરીને ભારતને હરાવ્યું હતું અને આ તક ગુમાવી દીધી હતી.

ભારતનું રેટિંગ ઘટીને 267 થયું

સતત બે હારને કારણે ભારતીય ટીમુંન રેટિંગ 269થી ઘટીને 267 થઈ ગયું છે. બીજી તરફ ઈંગ્લેન્ડ 269 રેટિંગ સાથે નંબર-1ના સ્થાને યથાવત છે. ભારત હવે બીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 260 રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે.

ભારતીય ટીમ માટે મુશ્કેલી એ પણ છે કે હવે તેને લાંબા સમય સુધી T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની નથી. આગામી T20 સિરીઝ ડિસેમ્બરના અંતમાં શ્રીલંકા સામે રમાવાની છે. તેથી ભારતને ફરી નંબર-1 બનવાની તક ત્યારે જ મળી શકે છે.

હવે ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ પર નજર

T20 સિરીઝ બાદ હવે ભારતીય ટીમનું ધ્યાન વનડે ફોર્મેટ પર રહેશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી 5 મેચની વનડે સિરીઝ શરૂ થવાની છે. ICC વનડે રેન્કિંગમાં ભારત 115 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડ 109 રેટિંગ સાથે બીજા નંબરે છે. આ રીતે આગામી વનડે સિરીઝમાં વિશ્વની બે ટોપની ટીમો વચ્ચે રસપ્રદ મેચ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: IND Vs NZ ODI સિરીઝ પહેલાં મોટો ઝટકો, 2 ખેલાડી વનડે મેચમાંથી બહાર