Ind Vs NZ: ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર, આકાશદીપે લીધી 2 વિકેટ


Ind Vs NZ: બીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત રોમાંચક રહી
Ind Vs NZ: ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર, આકાશદીપે લીધી 2 વિકેટ


Ind Vs NZ: બીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત રોમાંચક રહી
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત રોમાંચક રહી હતી. દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 5 વિકેટના નુકસાન પર 246 રન બનાવી લીધા છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ગુરનૂર બ્રારે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. તેને પોતાના રેડ બોલ કરિયરની પ્રથમ વિકેટ તરીકે ડેવોન કોનવેને આઉટ કર્યો હતો.
ન્યૂઝીલેન્ડને ટોમ લાથમ અને ડેવોન કોનવેએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 77 રનની પાર્ટરનશીપ કરી હતી. એક સમયે કીવી ટીમ 110 રનના સ્કોર પર માત્ર 1 વિકેટ ગુમાવીને મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ આ જ સ્કોર પર ન્યૂઝીલેન્ડે સતત 3 વિકેટ ગુમાવી દીધી હતી.
110 રનમાં ન્યૂઝીલેન્ડે ગુમાવી 4 વિકેટ
આકાશદીપે ટોમ લાથમને 59 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ અંશુલ કંબોજે સેટ બેટર હેનરી નિકોલ્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રચિન રવીન્દ્ર પણ લાંબો સમય ટકી શક્યા ન હતો. તેને 9 બોલનો સામનો કર્યો હતો, પરંતુ ખાતું ખોલાવ્યા વિના જ આકાશદીપનો શિકાર બન્યો.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Stumps on Day 1!
#TeamIndia with the wicket of Daryl Mitchell in the final session
Action resumes tomorrow ⏳
Scorecard ▶️ https://t.co/6iCwvH4Zap
#NZvIND https://t.co/6ONWCreg3R</p>— BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2126189667121000612?ref_src=twsrc%5Etfw">November 27, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
પ્રથમ દિવસના બીજા સેશનમાં ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 24 ઓવરમાં માત્ર 54 રન આપીને ભારતે 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ 2 સેશનમાં ન્યૂઝીલેન્ડે 50 ઓવર રમીને 131 રન બનાવ્યા હતા અને 4 વિકેટ ગુમાવી હતી.
બ્લંડેલ અને ફિલિપ્સે કરાવી ન્યૂઝીલેન્ડની વાપસી
ત્રીજા સેશનમાં ન્યૂઝીલેન્ડે વળતો પ્રહાર કર્યો હતો. ટીમે 35 ઓવરમાં 115 રન બનાવ્યા હતા અને આ દરમિયાન માત્ર 1 વિકેટ ગુમાવી હતી. ટોમ બ્લંડેલે અડધી સદી ફટકારી હતી. ગ્લેન ફિલિપ્સ સાથે તેની 62 રનની પાર્ટનરશીપે ન્યૂઝીલેન્ડને ફરી મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મદદ કરી.
ભારત તરફથી આકાશદીપે સૌથી વધુ 2 વિકેટ ઝડપી છે. જ્યારે અંશુલ કંબોજ, વોશિંગ્ટન સુંદર અને ગુરનૂર બ્રારને 1-1 સફળતા મળી છે. ભારતીય બોલિંગ આક્રમણના અગ્રણી જસપ્રીત બુમરાહને પ્રથમ દિવસે એક પણ વિકેટ મળી ન હતી. આમ પ્રથમ દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે 246 રન બનાવીને મેચમાં વાપસી કરી છે.
આ પણ વાંચો: IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે આપી મોટી હિન્ટ, રોહિત શર્મા ફરી બનશે કેપ્ટન? 27 નવેમ્બરે 5:45 વાગ્યે થશે જાહેરાત




