Ind Vs NZ: ICCએ ટીમ ઈન્ડિયાને ફટકાર્યો દંડ, પાંચમી વનડેમાં થઈ ભૂલ


Ind Vs NZ: ICCએ ટીમ ઈન્ડિયાને કેમ ફટકાર્યો દંડ? જાણો
Ind Vs NZ: ICCએ ટીમ ઈન્ડિયાને ફટકાર્યો દંડ, પાંચમી વનડેમાં થઈ ભૂલ


Ind Vs NZ: ICCએ ટીમ ઈન્ડિયાને કેમ ફટકાર્યો દંડ? જાણો
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામે પાંચમી અને છેલ્લી વનડેમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સ્લો ઓવર રેટના કારણે ટીમ ઈન્ડિયાને દંડ ફટકાર્યો છે.
15 નવેમ્બરના રોજ માઉન્ટ મૌંગાનુઈમાં રમાયેલી પાંચમી વનડેમાં ભારતીય ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવર્સ પૂરી કરી શકી ન હતી. આ ભૂલના કારણે ભારતીય ખેલાડીઓની મેચ ફીમાંથી 35 ટકા રકમ કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નિર્ધારિત સમય કરતાં 7 ઓવર મોડી રહી ટીમ ઈન્ડિયા
ICCના જણાવ્યા મુજબ ભારતીય ટીમ નિર્ધારિત સમય કરતાં કુલ 7 ઓવર પાછળ રહી ગઈ હતી. નિયમ મુજબ, સ્લો ઓવર રેટના કિસ્સામાં દરેક ઓવર માટે ખેલાડીઓની મેચ ફીમાંથી 5 ટકા દંડ વસૂલવામાં આવે છે. આ ગણતરી પ્રમાણે ભારતીય ખેલાડીઓ પર કુલ 35 ટકા મેચ ફીનો દંડ લગાવવામાં આવ્યો છે.
આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા શ્રેયસ ઐયરે મેચ રેફરી રંજન મદુગલે દ્વારા લગાવવામાં આવેલા દંડને સ્વીકારી લીધો હતો. આથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી ન હતી.
પાંચમી વનડેમાં ભારતે 22 રને મેળવી હતી જીત
ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી વનડેમાં ભારતીય ટીમે શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરી હતી. ઈશાન કિશન અને અક્ષર પટેલે મિડલ ઓર્ડરમાં 46-46 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમનો સ્કોર 209 રન સુધી પહોંચાડ્યો હતો.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">India have been penalised for breaching ICC Code of Conduct in the fifth and final ODI against New Zealand.
Details 👇
https://t.co/ZGULO5ePDT</p>— ICC (@ICC) <a href="https://x.com/ICC/status/2123054115051946186?ref_src=twsrc%5Etfw">November 18, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
જવાબમાં ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડની ટીમને 187 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ રીતે ભારતે 22 રનથી રોમાંચક જીત મેળવી હતી. અર્શદીપ સિંહે બોલ અને બેટ બંનેથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
ભારતે 3-1થી વનડે સિરીઝ જીતી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતની 2 મેચ જીતી હતી. ત્રીજી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી, જ્યારે ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી હતી. પરંતુ અંતિમ મેચમાં ભારતે જીત સાથે સિરીઝ 3-1થી પોતાના નામે કરી હતી.
આ પહેલાં ભારતીય ટીમે T20 સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરીને 3-2થી જીત મેળવી હતી. આમ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમે બંને ફોર્મેટમાં સિરીઝ જીતવાની સફળતા મેળવી હતી.




