Asia Cup Rising Stars 2026: ભારતની આગામી મેચ ક્યારે અને કોની સામે? જાણો ડિટેલ્સ

Asia Cup Rising Stars 2026: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં ભારતની સેમીફાઈનલ શ્રીલંકા સામે 26 નવેમ્બરે રમાશે. જાણો મેચનો સમય અને ફાઈનલની તારીખ.
Nancy Shukal
Nancy Shukal
Asia Cup Rising Stars 2026: ભારતની સેમીફાઈનલ મેચ ક્યારે? જાણોAsia Cup Rising Stars 2026: ભારતની સેમીફાઈનલ મેચ ક્યારે? જાણો

Asia Cup Rising Stars 2026: ભારતની સેમીફાઈનલ મેચ ક્યારે? જાણો

Asia Cup Rising Stars 2026: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં ભારતીય A ટીમે શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ભારત સિવાય પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ પણ અંતિમ 4 માં પહોંચી ગઈ છે. હવે ભારતીય ટીમની નજર ફાઈનલમાં સ્થાન મેળવવા પર રહેશે. તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ રમતી ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં શ્રીલંકા સામે ટક્કર થશે. આ મેચ ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે, જાણો સંપૂર્ણ ડિટેલ્સ.

26 નવેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ સેમીફાઈનલ

ભારતીય A ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 1 મેચને બાદ કરતાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને UAE સામે ટીમે જે રીતે રમત બતાવી હતી, તેના કારણે ભારતને ખિતાબના દાવેદારોમાં ગણવામાં આવી રહ્યું છે.

હવે ભારતની મેચ શ્રીલંકાની ટીમ સામે થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ સેમીફાઈનલ 26 નવેમ્બર, ગુરુવારે રમાશે. આ મેચ કતારના દોહામાં યોજાશે. ભારતીય ટીમ એક દિવસના વિરામ બાદ ફરી મેદાનમાં ઉતરશે.

ભારત-શ્રીલંકાની મેચ સાંજે 3:30 વાગ્યે શરૂ થશે

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ સેમીફાઈનલ ભારતીય સમય અનુસાર સાંજે 3:30 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલાં એટલે કે બપોરે 3 વાગ્યે ટોસ થશે. ટૂર્નામેન્ટમાં ભારતે નેપાળ અને પાકિસ્તાન સામેની મેચ પણ આ જ સમયે રમી હતી. પરંતુ UAE સામેની મેચ સવારે 11:30 વાગ્યે શરૂ થઈ હતી. હવે સેમીફાઈનલ માટે ફરી સાંજનો સમય રાખવામાં આવ્યો છે. જો મેચ નિર્ધારિત સમય મુજબ પૂર્ણ થાય તો રાત્રે આશરે 11 વાગ્યા સુધીમાં તેનો અંત આવી શકે છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બીજી સેમીફાઈનલ

બીજી સેમીફાઈનલ 27 નવેમ્બર, શુક્રવારે રમાશે. આ મેચમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમની ટક્કર થશે. આ મેચ પણ દોહામાં સાંજે 3:30 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 3 વાગ્યે થશે.

બંને સેમીફાઈનલની વિજેતા ટીમો ફાઈનલમાં પ્રવેશ કરશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 29 નવેમ્બર, રવિવારે રમાવાની છે. હવે ભારતીય ટીમ શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં પહોંચે છે કે નહીં તેના પર ક્રિકેટ ફેન્સની નજર રહેશે.

આ પણ વાંચો: ICC Test Ranking: ICC ટેસ્ટ રેન્કિંગમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલનો દબદબો, જસપ્રીત બુમરાહે લગાવી મોટી છલાંગ