IND vs SL Test Series : કોઈને મળ્યું ‘Jersey Tattoo’ તો કોઈના ખભા પર નીલા નિશાન, કોલંબો ટેસ્ટ બાદ ખેલાડીઓની હાલત



IND vs SL Test Series
IND vs SL Test Series : કોઈને મળ્યું ‘Jersey Tattoo’ તો કોઈના ખભા પર નીલા નિશાન, કોલંબો ટેસ્ટ બાદ ખેલાડીઓની હાલત



IND vs SL Test Series
IND vs SL Test Series : ગોલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે 165 રનથી શાનદાર જીત મેળવી હતી, જ્યારે કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ પાંચ દિવસના કડક મુકાબલા બાદ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જોકે, આ મેચના અંતે ભારતીય ખેલાડીઓની કેટલીક તસવીરોએ સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન ખેંચ્યું છે.
કોલંબોની ગરમી અને પાંચ દિવસની લાંબી ટેસ્ટ મેચની અસર ખેલાડીઓના શરીર પર પણ જોવા મળી. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર દેવદત્ત પડિક્કલે સોશિયલ મીડિયા પર પોતાની પીઠની તસવીર શેર કરી હતી. સતત તડકામાં રમવાને કારણે તેમની પીઠ પર જર્સીનો નામ અને નંબરનો આકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જાણે તેમની પીઠ પર કુદરતી ‘Jersey Tattoo’ બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું.
કોલંબો ટેસ્ટે આપ્યા બે અલગ ‘મેડલ
પડિક્કલે આ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી અને શ્રેણીમાં કુલ 328 રન બનાવીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પોતાના નામે કર્યો. કોલંબો ટેસ્ટમાં પણ તેમણે 117 રનની મહત્વપૂર્ણ સદી ફટકારી હતી. તેમના પ્રદર્શનની સાથે હવે તેમની પીઠ પર દેખાયેલું આ ‘સનટેન ટેટૂ’ પણ ચર્ચાનો વિષય બન્યું છે.
બીજી તરફ ભારતીય વિકેટકીપર-બેટર ઋષભ પંત માટે કોલંબો ટેસ્ટ શારીરિક રીતે પડકારજનક રહ્યો હતો. મેચના પ્રથમ દિવસે કાંડા પર બોલ વાગતાં તેઓ થોડા સમય માટે રિટાયર્ડ હર્ટ થયા હતા. ત્યારબાદ તેમણે વાપસી કરીને 63 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. બેટિંગ દરમિયાન તેમને અન્ય જગ્યાએ પણ બોલ વાગ્યા હતા અને બાદમાં તેમના ખભા પર ઈજાના નિશાન અને સોજો જોવા મળ્યો હતો.
View post on Instagram
ક્રિકેટની કઠિન લડાઈના નિશાન
પંતે મેચ બાદ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને પાંચ દિવસની મેચના ઉતાર-ચઢાવ અને મેદાન પરના સંઘર્ષની ઝલક બતાવી હતી. ભારત મેચ જીતવા ઈચ્છતું હતું, પરંતુ શ્રીલંકાએ બીજી ઇનિંગમાં લડાયક બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી દીધી.
સોનલ દિનુષાની અણનમ 133 રનની ઇનિંગ્સે શ્રીલંકાને મેચ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ, કોલંબો ટેસ્ટનું પરિણામ ભલે ડ્રોમાં આવ્યું હોય, પરંતુ ભારતીય ખેલાડીઓના શરીર પર દેખાયેલા આ નિશાન પાંચ દિવસની કઠિન ટેસ્ટ ક્રિકેટની યાદ બની ગયા છે. પડિક્કલનું ‘Jersey Tattoo’ હોય કે પંતના ખભા પરના નીલા નિશાન—બંને તસવીરો મેદાન પર ખેલાડીઓએ આપેલા સંઘર્ષની અલગ-અલગ કહાની કહી રહી છે.
View post on Instagram

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



