IND Vs PAK: હર્ષિત રાણાનો પાકિસ્તાની બેટર્સ સામે આક્રમક અંદાજ, મેદાન પર થઈ ઉગ્ર બોલાચાલી, જુઓ VIDEO


IND Vs PAK: હર્ષિત રાણાની પાકિસ્તાની બેટર્સ સાથે બોલાચાલી
IND Vs PAK: હર્ષિત રાણાનો પાકિસ્તાની બેટર્સ સામે આક્રમક અંદાજ, મેદાન પર થઈ ઉગ્ર બોલાચાલી, જુઓ VIDEO


IND Vs PAK: હર્ષિત રાણાની પાકિસ્તાની બેટર્સ સાથે બોલાચાલી
IND Vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય અને મેદાન પર ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી જોવા ન મળે એવું ભાગ્યે જ બને છે. એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026ની ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની લીગ મેચમાં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું. ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણા પાકિસ્તાની બેટર્સ સાથે વારંવાર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે પાકિસ્તાનની પ્રથમ 2 વિકેટ લેવામાં પણ હર્ષિત રાણાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી
દોહામાં રમાઈ રહેલી આ મેચમાં પાકિસ્તાન Aના કેપ્ટન અબ્દુલ સમદે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન તિલક વર્માએ પણ ટોસ દરમિયાન કહ્યું હતું કે જો ભારત ટોસ જીત્યું હોત તો તે પહેલાં બેટિંગ કરવાનું પસંદ કરતો.
પાકિસ્તાનની ઈનિંગની શરૂઆત આક્રમક રહી હતી. બંને ઓપનર્સે હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવની બોલિંગ સામે ઝડપથી રન બનાવ્યા હતા. બેટર્સ સતત ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યા હતા. આ દરમિયાન હર્ષિત રાણા અને પાકિસ્તાની બેટર્સ વચ્ચે અનેક વખત બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ એવી પણ સર્જાઈ હતી કે એમ્પાયરને વચ્ચે પડીને મામલો શાંત કરાવવો પડ્યો હતો.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">All that fire, all that aggression, and now a wicket to show for it for Harshit Rana. 🥵
Watch India A vs Pakistan A in the #DPWorldAsiaCupRisingStarsMens2026 LIVE NOW on Sony Sports Network TV channels &amp; Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #INDvPAK https://t.co/mhA1AH4YVE</p>— Sony Sports Network (@SonySportsNetwk) <a href="https://x.com/SonySportsNetwk/status/2124460608989057097?ref_src=twsrc%5Etfw">November 22, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
હર્ષિત રાણાએ પાકિસ્તાનની પ્રથમ 2 વિકેટ લેવામાં ભજવી ભૂમિકા
પાકિસ્તાનની આક્રમક બેટિંગને રોકવા માટે ભારતીય કેપ્ટન તિલક વર્માએ આયુષ બદોનીને બોલિંગ સોંપી હતી. આ નિર્ણય સફળ રહ્યો હતો. આયુષ બદોનીએ પાકિસ્તાનની ઓપનિંગ જોડી તોડી હતી. તેમને હુસૈનને આઉટ કર્યો હતો, જેને 23 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો હતો. હુસૈનનો કેચ હર્ષિત રાણાએ પકડ્યો હતો.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Badoni gets the wicket. Harshit has the last word! 🤯
Shamyl departs for 33.
Watch India A vs Pakistan A in the #DPWorldAsiaCupRisingStarsMens2026 LIVE NOW on Sony Sports Network TV channels &amp; Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #INDvPAK https://t.co/aGTouOkxvZ</p>— Sony Sports Network (@SonySportsNetwk) <a href="https://x.com/SonySportsNetwk/status/2124459080299512056?ref_src=twsrc%5Etfw">November 22, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
કેચ પકડ્યા બાદ હર્ષિતે પાકિસ્તાની બેટરને મેદાન છોડવાનો ઈશારો કર્યો હતો અને તેની સાથે કંઈક બોલતા પણ જોવા મળ્યા હતા. પરંતુ તેણે શું કહ્યું તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું. ત્યારબાદ હર્ષિતે રોહેલ નઝીરને આઉટ કર્યો હતો. નઝીર પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. તેની વિકેટ લીધા બાદ પણ હર્ષિતનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો.
શરૂઆતની આક્રમકતા બાદ પાકિસ્તાનની રનગતિ ધીમી પડી
પાકિસ્તાને શરૂઆતમાં ઝડપથી રન બનાવ્યા હતા. ટીમે માત્ર 5 ઓવરમાં 58 રન કરી લીધા હતા. 7 ઓવરમાં સ્કોર 65 રન સુધી પહોંચ્યો હતો. પરંતુ આઠમી ઓવરમાં પ્રથમ વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનની રનગતિ ધીમી પડી હતી.નવમી ઓવરમાં બીજી વિકેટ ગુમાવ્યા બાદ બેટિંગનો પ્રવાહ વધુ ધીમો થયો હતો. પરિણામે પાકિસ્તાને 15 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. આ મેચમાં હર્ષિત રાણાની આક્રમક બોલિંગ અને મેદાન પરનો અંદાજ ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમની બોલાચાલીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: IND Vs PAK: ‘નો હેન્ડશેક’ બાદ ટોસ સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા, બંને કેપ્ટન વચ્ચે થઈ ચર્ચા




