IND Vs PAK: ‘નો હેન્ડશેક’ બાદ ટોસ સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા, બંને કેપ્ટન વચ્ચે થઈ ચર્ચા

IND Vs PAK: ભારત A અને પાકિસ્તાન Aની મેચ પહેલાં ટોસમાં ગૂંચવણ સર્જાઈ. પ્રેઝેન્ટરની ભૂલ બાદ પાકિસ્તાનને વિજેતા જાહેર કરાયું, જ્યારે બંને કેપ્ટને હેન્ડશેક પણ ન કર્યું.
Nancy Shukal
Nancy Shukal
IND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ટોસમાં ડ્રામાIND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ટોસમાં ડ્રામા

IND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ટોસમાં ડ્રામા

IND Vs PAK: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે રમાઈ રહેલી મેચ પહેલાં જ મેદાન પર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. દોહામાં રમાઈ રહેલી આ મેચના ટોસ દરમિયાન સિક્કાના પરિણામને લઈને બંને ટીમના કેપ્ટન વચ્ચે થોડીવાર માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. ટોસ પ્રેઝેન્ટરથી થયેલી ભૂલને કારણે વિજેતા ટીમની જાહેરાતમાં ગૂંચવણ ઊભી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટોસના નિર્ણયને લઈને સર્જાયો વિવાદ

મેચ પહેલાં ભારત Aના કેપ્ટન તિલક વર્માએ સિક્કો ઉછાળ્યો હતો, જ્યારે પાકિસ્તાન Aના કેપ્ટન અબ્દુલ સમદે ‘હેડ્સ’ પસંદ કર્યું હતું. સિક્કો જમીન પર પડ્યા બાદ પ્રેઝેન્ટરે ‘ટેલ્સ’ આવ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ જાહેરાત પ્રમાણે ભારત Aએ ટોસ જીત્યો હતો.

પરંતુ બંને ટીમના કેપ્ટનોએ સિક્કાને ધ્યાનથી જોયો હતો. આ દરમિયાન અબ્દુલ સમદે સિક્કા તરફ ઈશારો કરીને પ્રેઝેન્ટરને કહ્યું હતું કે, “આ હેડ્સ છે, આ હેડ્સ છે.” ત્યારબાદ સિક્કાને ફરીથી તપાસવામાં આવ્યો હતો અને પ્રેઝેન્ટરે પોતાની ભૂલ સુધારીને પાકિસ્તાન Aને ટોસ વિજેતા જાહેર કર્યું હતું. અબ્દુલ સમદે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરવા મેદાનમાં ઉતરી હતી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Pakistan Shaheens have won the toss and elected to bat first. 🪙

How many can our bowling attack bundle them out for? 👀

Watch India A vs Pakistan A in the #DPWorldAsiaCupRisingStarsMens2026 LIVE NOW on Sony Sports Network TV channels &amp;amp; Sony LIV.

#SonySportsNetwork #SonyLIV https://t.co/0Hr2dr8gsG</p>&mdash; Sony Sports Network (@SonySportsNetwk) <a href="https://x.com/SonySportsNetwk/status/2124446471097643511?ref_src=twsrc%5Etfw">November 22, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

બંને કેપ્ટને હેન્ડશેક પણ ન કર્યું

ટોસ દરમિયાન થયેલા ડ્રામા ઉપરાંત બંને કેપ્ટનોએ એકબીજા સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. એશિયા કપથી શરૂ થયેલી ‘નો હેન્ડશેક’ની પરંપરા આ મેચમાં પણ જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

મેચમાં ફેન્સની નજર ભારત Aના આક્રમક બેટર્સ અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પર પણ રહેશે. બંને પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

IND A અને PAK Aની પ્લેઈંગ-11

ભારત A: વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ.

પાકિસ્તાન A: શમીલ હુસૈન, માઝ સદાકત, રોહેલ નઝીર (વિકેટકીપર), હસન નવાઝ, અબ્દુલ સમદ (કેપ્ટન), ફરહાન યુસુફ, સાદ મસૂદ, મોહમ્મદ ઈમરાન રંધાવા, અહમદ દાનિયાલ, સુફિયાન મુકીમ અને અલી રઝા.

આ પણ વાંચો: Dhruv Jurel Catch: હવામાં ઉડ્યો ધ્રુવ જુરેલ, એક હાથે પકડ્યો અદ્ભુત કેચ, હેનરી નિકોલ્સ પણ રહી ગયો દંગ, જુઓ VIDEO