IND Vs NZ: દેવદત્ત પડ્ડિકલે છોડ્યો સરળ કેચ, રિષભ પંત અને શુભમન ગિલનો રિએક્શન થયું વાયરલ


IND Vs NZ: દેવદત્ત પડ્ડિકલે છોડ્યો સરળ કેચ
IND Vs NZ: દેવદત્ત પડ્ડિકલે છોડ્યો સરળ કેચ, રિષભ પંત અને શુભમન ગિલનો રિએક્શન થયું વાયરલ


IND Vs NZ: દેવદત્ત પડ્ડિકલે છોડ્યો સરળ કેચ
IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની છે. મેચના પ્રથમ દિવસે ભારતીય બોલર્સે શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. પરંતુ ત્યારબાદ ન્યૂઝીલેન્ડના બેટર્સે જોરદાર વાપસી કરી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડી દેવદત્ત પડ્ડિકલે એક સરળ કેચ છોડી દેતાં ટીમને મોટું નુકસાન થયું હતું. આ કેચ છૂટ્યા બાદ વિકેટકીપર રિષભ પંત અને કેપ્ટન શુભમન ગિલની પ્રતિક્રિયા પણ ચર્ચામાં આવી છે.
પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે બનાવ્યા 243 રન
પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે રમત પૂર્ણ થઈ ત્યારે ન્યૂઝીલેન્ડે 82 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય બોલર્સે માત્ર 70 રનમાં ન્યૂઝીલેન્ડની 5 વિકેટ ઝડપી લીધી હતી. ત્યારબાદ હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલર્સ સામે મક્કમ બેટિંગ કરી હતી.
બંને બેટર્સે છઠ્ઠી વિકેટ માટે શાનદાર પાર્ટનરશીપ કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ખાસ વાત એ છે કે ત્યારબાદ ન્યૂઝીલેન્ડે વધુ એક પણ વિકેટ ગુમાવી ન હતી અને 173 રન બનાવ્યા હતા.
હેનરી નિકોલ્સે ફટકારી શાનદાર સદી
દિવસની રમત પૂરી થઈ ત્યારે હેનરી નિકોલ્સ 221 બોલમાં 113 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની ઈનિંગમાં 14 ચોગ્ગા સામેલ હતા. જ્યારે ગ્લેન ફિલિપ્સે 182 બોલમાં 94 રન બનાવ્યા હતા. તેને પોતાની ઈનિંગમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા. હવે બીજા દિવસે ગ્લેન ફિલિપ્સની નજર પોતાની સદી પૂરી કરવા પર રહેશે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">India will be ruing that missed opportunity!
How big will this miss prove to be? 🤔
Watch the HERO VIDA India Tour of New Zealand, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels &amp; Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/GuVawgAAf8</p>— Sony Sports Network (@SonySportsNetwk) <a href="https://x.com/SonySportsNetwk/status/2123291563875008972?ref_src=twsrc%5Etfw">November 19, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
દેવદત્ત પડ્ડિકલના હાથમાંથી સરકી ગયો કેચ
મેચની 74મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગ કરી હતી. આ દરમિયાન હેનરી નિકોલ્સે પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની કિનારી સાથે અથડાઈને બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ ગયો હતો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા દેવદત્ત પડ્ડિકલ પાસે કેચ પકડવાની સરળ તક હતી.
દેવદત્ત બોલ તરફ દોડ્યો હતો, જ્યારે બીજી તરફથી રિષભ પંત પણ કેચ પકડવા આગળ આવ્યો હતો. બંને ખેલાડીઓ એકબીજાને જોઈને થોડી ક્ષણો માટે અટકી ગયા હતા. આ દરમિયાન બોલ દેવદત્તના હાથને અડકીને જમીન પર પડી ગયો હતો અને ભારતે મહત્વપૂર્ણ વિકેટ મેળવવાની તક ગુમાવી હતી.
શુભમન ગિલ પણ જોવા મળ્યો નારાજ
કેચ છૂટતાં જ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. બીજી તરફ દેવદત્ત પડ્ડિકલ અને ઋષભ પંત એકબીજાની સામે જોતા રહી ગયા હતા. ભારતીય કેપ્ટન શુભમન ગિલ પણ આ ઘટનાથી નારાજ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. ફેન્સનું માનવું છે કે જો આ કેચ પકડાયો હોત તો ન્યૂઝીલેન્ડની ટીમ પર દબાણ વધી શક્યું હોત.
આ પણ વાંચો: IND Vs NZ: જસપ્રીત બુમરાહની ટોપ-10માં ધમાકેદાર એન્ટ્રી, શ્રીનાથને પાછળ છોડ્યા




