Ind Vs NZ: 135 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયાના છૂટ્યા પરસેવા, ગિલે કહ્યું- 'હાર્યા હોત તો શરમજનક...'


Ind Vs NZ: શુભમન ગિલ જીત બાદ કેમ થયો નારાજ?
Ind Vs NZ: 135 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયાના છૂટ્યા પરસેવા, ગિલે કહ્યું- 'હાર્યા હોત તો શરમજનક...'


Ind Vs NZ: શુભમન ગિલ જીત બાદ કેમ થયો નારાજ?
Ind Vs NZ: શુભમન ગિલની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે બીજી વનડેમાં DLS નિયમ હેઠળ રોમાંચક જીત મેળવી છે. આ જીત સાથે ભારતે 5 મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમને માત્ર 135 રનનો નાનો ટાર્ગેટ મળ્યો હોવા છતાં જીત મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. મેચ બાદ કેપ્ટન શુભમન ગિલે ટીમના બેટ્સમેનોના શોટ સિલેક્શન પર નારાજગી વ્યક્ત કરી હતી.
135 રનના ટાર્ગેટ સામે શરમજનક ભારતનું પ્રદર્શન
વેલિંગ્ટનમાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડની સમગ્ર ટીમને માત્ર 134 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ભારત સામે જીત માટે 135 રનનો ટાર્ગેટ હતો. શરૂઆતમાં આ ટાર્ગેટ સરળ લાગતો હતો, પરંતુ ભારતીય બેટ્સમેન્સ સતત વિકેટ ગુમાવતા રહ્યા હતા. ભારતનો સ્કોર 113 રન થયો ત્યાં સુધીમાં ટીમની 7 વિકેટ પડી ગઈ હતી.
DLS નિયમથી ભારતને મળી જીત
મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે અચાનક વરસાદ શરૂ થતાં રમત રોકવી પડી હતી. તે સમયે DLS નિયમ પ્રમાણે ભારત નિર્ધારિત સ્કોર કરતાં 4 રન આગળ હતું. પરિણામે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ વનડેમાં પણ ભારતે 5 વિકેટથી જીત મેળવી હતી.
શુભમન ગિલે શોટ સિલેક્શન પર વ્યક્ત કરી નારાજગી
મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન શુભમન ગિલે સ્વીકાર્યું હતું કે ટીમે આટલી ઓછી વિકેટ ગુમાવવી જોઈતી ન હતી. તેને કહ્યું કે પિચ પર બેટિંગ કરવી મુશ્કેલ હતી, પરંતુ બેટ્સમેને શોટની પસંદગીમાં વધુ સમજદારી દાખવવાની જરૂર હતી.
શુભમન ગિલે વધુમાં કહ્યું કે જો વરસાદના કારણે DLS નિયમ હેઠળ ભારત 4-5 રનથી હારી ગયું હોત તો તે ટીમ માટે ખૂબ જ શરમજનક બાબત બની હોત. પરંતુ અંતે જીત મળી તે રાહતની વાત છે.
યુવા બોલર્સના કર્યા વખાણ
ભારતીય કેપ્ટને ટીમના યુવા બોલર્સની પણ પ્રશંસા કરી હતી. તેને કહ્યું કે યુવા બોલર્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણની સ્થિતિમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે. ન્યૂઝીલેન્ડને 130થી 140 રનની અંદર રોકવાનો નિર્ણય ટીમ માટે ફાયદાકારક સાબિત થયો હતો.
આ પણ વાંચો: Mohammed Shami: મોહમ્મદ શમીની નિવૃત્તિ પર BCCIનું મોટું નિવેદન, ખાસ અંદાજમાં આપી વિદાય




