Dhruv Jurel Catch: હવામાં ઉડ્યો ધ્રુવ જુરેલ, એક હાથે પકડ્યો અદ્ભુત કેચ, હેનરી નિકોલ્સ પણ રહી ગયો દંગ, જુઓ VIDEO

Dhruv Jurel Catch: ધ્રુવ જુરેલે હેનરી નિકોલ્સનો એક હાથે અદ્ભુત કેચ પકડી સૌને ચોંકાવ્યા. બેટિંગમાં પણ તેને 78 રનની આક્રમક ઈનિંગ રમી.
Nancy Shukal
Nancy Shukal
Dhruv Jurel Catch: ધ્રુવ જુરેલે હેનરી નિકોલ્સનો પકડ્યો અદ્ભુત કેચDhruv Jurel Catch: ધ્રુવ જુરેલે હેનરી નિકોલ્સનો પકડ્યો અદ્ભુત કેચ

Dhruv Jurel Catch: ધ્રુવ જુરેલે હેનરી નિકોલ્સનો પકડ્યો અદ્ભુત કેચ

Dhruv Jurel Catch: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચમાં ધ્રુવ જુરેલે પોતાની શાનદાર ફિલ્ડિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતિમ સેશનમાં શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા જુરેલે એવો અદ્ભુત કેચ પકડ્યો કે મેદાન પર હાજર ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના આ કેચનો વીડિયો હાલ ચર્ચામાં છે.

ધ્રુવ જુરેલે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન હેનરી નિકોલ્સને પેવેલિયન મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેનરી નિકોલ્સે પ્રથમ ઈનિંગમાં અણનમ 175 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતીય બોલર્સને પરેશાન કર્યા હતા. પરંતુ બીજી ઈનિંગમાં તેઓ માત્ર 31 રન જ બનાવી શક્યો.

એક હાથે ડાઈવ લગાવીને પકડ્યો કેચ

હેનરી નિકોલ્સ સામે ભારતીય બોલર્સે બીજી ઈનિંગમાં અલગ રણનીતિ અપનાવી હતી. તેને રાઉન્ડ ધ વિકેટથી અંદરની તરફ આવતી બોલિંગ કરવામાં આવી રહી હતી. ઈનિંગની 23મી ઓવરના પ્રથમ બોલ પર પ્રસિદ્ધ કૃષ્ણાએ બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો હતો. નિકોલ્સે બોલને લેગ સાઈડ તરફ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની અંદરની કિનારી સાથે અથડાઈને થાઈ પેડ પર વાગ્યો અને હવામાં ઉછળ્યો હતો.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Dhruv Jurel channeling his inner Eknath Solkar to pull off that absolute screamer! 😵

Watch the HERO VIDA India Tour of New Zealand, 1st Test Day 4, LIVE NOW on Sony Sports Network TV channels &amp;amp; Sony LIV.

#SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/JB9nxOld2x</p>&mdash; Sony Sports Network (@SonySportsNetwk) <a href="https://x.com/SonySportsNetwk/status/2124358543520432480?ref_src=twsrc%5Etfw">November 22, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

શોર્ટ લેગ પર ઊભેલા ધ્રુવ જુરેલે બોલને પોતાની તરફ આવતો જોઈને આગળની તરફ હવામાં ડાઈવ લગાવી અને જમણા હાથે શાનદાર કેચ પકડી લીધો. કેચ પૂર્ણ થતાં જ નિકોલ્સે માથું પાછળની તરફ ઝુકાવી દીધું હતું. તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની ઈનિંગનો અંત આવી ગયો છે.

બેટિંગમાં પણ ધ્રુવ જુરેલે બતાવ્યો દમ

ધ્રુવ જુરેલે માત્ર ફિલ્ડિંગમાં જ નહીં, પરંતુ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચમાં બેટ્સમેન તરીકે રમવાની તક મળતાં તેને ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં આક્રમક 78 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતની પ્રથમ ઈનિંગની લીડ 350 રન સુધી પહોંચાડવામાં ધ્રુવ જુરેલનું યોગદાન મહત્વનું રહ્યું હતું. આ રીતે ધ્રુવ જુરેલે બેટ અને બોલ બંને ક્ષેત્રે પોતાની ક્ષમતા સાબિત કરી છે અને હવે તેમનો અદ્ભુત કેચ ક્રિકેટ ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: Team India: ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો ઐતિહાસિક સિદ્ધિ, વેલિંગ્ટનમાં 720 રન બનાવી તોડ્યા અનેક જૂના રેકોર્ડ