Get News Alerts

Never miss breaking news updates.

ICCએ કરી મોટી જાહેરાત, અભિષેક શર્મા અને શુભમન ગિલ વચ્ચે ટક્કર

ICCએ સપ્ટેમ્બર મહિનાના પ્લેયર ઓફ ધ મન્થ માટેના નોમિનેશનની જાહેરાત કરી છે. અભિષેક શર્મા અને શુભમન ગિલ ઝિમ્બાબ્વેના સિકંદર રઝા સાથે અન્ય નોમિનેશનમાં છે.
Nancy ShuklaUpdated on: 06 Oct 2026 08:26 PM IST
ICCએ કરી મોટી જાહેરાત, અભિષેક શર્મા અને શુભમન ગિલ વચ્ચે ટક્કરICCએ કરી મોટી જાહેરાત, અભિષેક શર્મા અને શુભમન ગિલ વચ્ચે ટક્કર

ICC

ICCએ એક મોટી જાહેરાત કરી છે. સપ્ટેમ્બર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટેના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે જાહેર કરાયેલા 2 ખેલાડીઓ ભારતીય છે. અભિષેક શર્મા અને શુભમન ગિલ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા ત્રીજો ખેલાડી છે. વિનરની જાહેરાત પછીથી કરવામાં આવશે.

અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું

ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ સપ્ટેમ્બરમાં સારું પ્રદર્શન કર્યું છે. અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની સિરીઝ દરમિયાન શાનદાર બેટિંગ કરી હતી. સિરીઝની પહેલી મેચમાં અભિષેકે 32 બોલમાં 82 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેને ફક્ત 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સિરીઝની બીજી મેચમાં તેને 19 બોલમાં 39 રનની ઝડપી ઈનિંગ રમી હતી. ત્યારબાદ સિરીઝની ત્રીજી મેચમાં, તેને ફક્ત 34 બોલમાં 108 રન બનાવ્યા હતા. અભિષેકે ફક્ત 30 બોલમાં પોતાની સદી પૂરી કરવામાં સફળતા મેળવી હતી. આ પૂર્ણ-સભ્ય દેશના બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી T20 ઈન્ટરનેશનલ સદી છે. આ પછી અભિષેક શર્માએ બીજો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો. સિરીઝની 3 મેચમાં અભિષેકે 76.33 ની એવરેજથી 229 રન બનાવ્યા.

શુભમન ગિલની વનડેમાં રેકોર્ડબ્રેક બેટિંગ

શુભમન ગિલ ભલે T20 ઈન્ટરનેશનલ મેચમાં ન હોય, પણ ODIમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું. વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝમાં શુભમન ગિલે 108 બોલમાં 110 રન બનાવ્યા. આ તેની 10મી ODI સદી હતી. ગુવાહાટીમાં આ જ સિરીઝની બીજી મેચમાં શુભમન ગિલે 133 બોલમાં અણનમ 223 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 26 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થતો હતો. તેને માત્ર 117 બોલમાં તેની બીજી બેવડી સદી પૂરી કરી. ભારતીય ટીમે આ મેચમાં 406 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરીને ઈતિહાસ રચ્યો.

ઓસ્ટ્રેલિયા સામે સિકંદર રઝાએ શાનદાર પ્રદર્શન કર્યું

આ લિસ્ટમાં ત્રીજું નામ ઝિમ્બાબ્વેના સિકંદર રઝાનું છે. તેને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું. તેને સિરીઝની પહેલી મેચમાં 57 રન બનાવ્યા. બીજી વનડેમાં તેને 45 બોલમાં 45 રન બનાવ્યા. ત્રીજી વનડેમાં રઝાએ 72 બોલમાં 81 રન બનાવ્યા અને અણનમ રહ્યો. હવે જોવાનું એ છે કે ICC કોને ચેમ્પિયન જાહેર કરશે.

આ પણ વાંચો: IND Vs WI: પહેલી T20Iમાં નમન ધીરનું ડેબ્યૂ, 9 દિવસમાં ભારત માટે અલગ અલગ ફોર્મેટમાં રમશે

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.