Get News Alerts

Never miss breaking news updates.

ICC ODI Rankingમાં વિરાટ કોહલીએ લગાવી મોટી છલાંગ, શુભમન ગિલનું વધ્યું ટેન્શન!

ICC ODI Rankingમાં આ વર્ષે વિરાટ કોહલીએ છલાંગ લગાવી છે. પરંતુ શુભમન ગિલ નંબર વન બેટ્સમેન તરીકે યથાવત છે. રોહિત શર્મા હાલમાં ચોથા નંબરે છે.
Nancy ShuklaUpdated on: 30 Sep 2026 04:00 PM IST
ICC ODI Rankingમાં વિરાટ કોહલીએ લગાવી મોટી છલાંગ, શુભમન ગિલનું વધ્યું ટેન્શન!ICC ODI Rankingમાં વિરાટ કોહલીએ લગાવી મોટી છલાંગ, શુભમન ગિલનું વધ્યું ટેન્શન!

ICC ODI Ranking

ICC ODI Ranking: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર ICC ODI રેન્કિંગમાં છલાંગ લગાવી છે. વેસ્ટ ઈન્ડીઝ સામે ચાલી રહેલી ODI સિરીઝની પહેલી મેચમાં અણનમ સદી ફટકારીને વિરાટ કોહલીનું શાનદાર બેટિંગ પ્રદર્શન આ વર્ષના રેન્કિંગમાં પણ ફળદાયી સાબિત થઈ રહ્યું છે. શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો રહે છે, પરંતુ તેનું નંબર 1 સ્થાન હવે જોખમમાં છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે બહુ ફરક નથી.

શુભમન ગિલ ICC ODI રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન યથાવત

ICCએ નવું ODI રેન્કિંગ જાહેર કરી છે, જેમાં શુભમન ગિલ ટોપના સ્થાને છે. વેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી મેચમાં શુભમન ગિલે માત્ર 108 બોલમાં 110 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઈનિંગને કારણે શુભમન ગિલનું રેટિંગ હવે 816 થઈ ગયું છે. 2023 માં તેનું રેટિંગ 841 હતું.

વિરાટ કોહલી એક સ્થાન આગળ વધ્યો

આ દરમિયાન ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ છલાંગ લગાવી છે. તે હવે એક સ્થાન આગળ વધીને બીજા નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલીનું રેટિંગ હવે 796 થઈ ગયું છે. વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી મેચમાં 88 બોલમાં અણનમ 139 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ ઈનિંગમાં વિરાટ કોહલીએ 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા, જેનો તેને ફાયદો થયો છે. વિરાટની પ્રગતિ સાથે ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ એક સ્થાન નીચે ઉતરીને ત્રીજા નંબર પર આવી ગયો છે. તેનું રેટિંગ હવે 794 છે.

રોહિત શર્મા હજુ પણ ચોથા નંબરે

આ દરમિયાન રોહિત શર્મા ચોથા નંબર પર યથાવત છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી મેચમાં તેને વધારે રન બનાવ્યા ન હતા. તે 35 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ICC ODI રેન્કિંગમાં રોહિતનું રેટિંગ 753 છે. શ્રીલંકાના કુસલ મેન્ડિસે પણ 3 સ્થાનની છલાંગ લગાવીને સાતમા નંબરે પહોંચી ગયો છે. તેનું રેટિંગ 674 છે.

આ પણ વાંચો: Ind Vs WI: આકિબ નબીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કર્યું ડેબ્યૂ, વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.