Get News Alerts

Never miss breaking news updates.

ICC ODI World Cup 2027નું શેડ્યૂલ જાહેર, 10 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ટક્કર

ICC ODI World Cup 2027: 2 ઓક્ટોબર, 2027ના રોજ શરૂ થશે, જેની ફાઈનલ 21 નવેમ્બરના રોજ યોજાશે. ICCએ સમગ્ર ટુર્નામેન્ટનું શેડ્યૂસ જાહેર કરી દીધું છે.
Nancy ShuklaUpdated on: 01 Oct 2026 09:50 PM IST
ICC ODI World Cup 2027નું શેડ્યૂલ જાહેર, 10 ઓક્ટોબરે  ભારત અને પાકિસ્તાનની ટક્કરICC ODI World Cup 2027નું શેડ્યૂલ જાહેર, 10 ઓક્ટોબરે  ભારત અને પાકિસ્તાનની ટક્કર

ICC ODI World Cup 2027

ICC ODI World Cup 2027: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2027 ODI વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ ક્રિકેટનો કાર્યક્રમ 2 ઓક્ટોબર, 2027 ના રોજ શરૂ થશે, અને ફાઈનલ 21 નવેમ્બરના રોજ યોજાશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટની પહેલી મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ICCએ કેપટાઉનમાં એક સેરેમની દરમિયાન આ મેગા ઈવેન્ટના શેડ્યૂલની જાહેરાત કરી.

2027ના ODI વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 ઓક્ટોબરે ટક્કર થશે. બંને દેશોને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. 2027નો ODI વર્લ્ડકપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. કુલ 23 સ્થળોએ વર્લ્ડકપની બધી મેચો રમાશે. સાઉથ આફ્રિકામાં 8, ઝિમ્બાબ્વેમાં 3 અને નામિબિયામાં 1. આ ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને કુલ 57 મેચ રમાશે.

ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

વર્લ્ડકપ 2027નું ફોર્મેટ અનોખું અને રસપ્રદ છે. 2 ટીમ શરૂઆતમાં જ બહાર થઈ જશે. આ પછી 12 ટીમ ટ્રોફી માટે સ્પર્ધા કરશે. આ 12 ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર A છે. ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ક્વોલિફાયર B છે.

10 ટીમ ક્વોલિફાય થઈ

અત્યાર સુધીમાં કુલ 10 ટીમ ICC 2027 ODI વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ નથી. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ICC ODI રેન્કિંગના આધારે સીધા ક્વોલિફાય થયા છે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન દેશો તરીકે ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળ્યો છે. નામિબિયા પણ સહ-યજમાન છે, પરંતુ ICCના સંપૂર્ણ સભ્ય ન હોવાને કારણે તેને સીધો પ્રવેશ મળ્યો નથી. બાકીની 4 ટીમો ક્વોલિફાયર રાઉન્ડ દ્વારા ક્વોલિફાય થશે. વેસ્ટ ઈન્ડિઝ પણ ક્વોલિફાયર રાઉન્ડમાં રમશે.

વર્લ્ડકપ 2027 માટે ભારતીય ટીમનું શેડ્યૂલ

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા: 7 ઓક્ટોબર

ભારત વિરુદ્ધ પાકિસ્તાન: 10 ઓક્ટોબર

ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન: 14 ઓક્ટોબર

ભારત વિરુદ્ધ ક્વોલિફાયર એ: 17 ઓક્ટોબર

ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે: 24 ઓક્ટોબર

આ પણ વાંચો: ICCની મોટી જાહેરાત, ક્રિકેટ નિયમોમાં થયો મોટો ફેરફાર, સમય બગાડવો પડશે ભારે

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.