Glenn Maxwell: ગ્લેન મેક્સવેલે 38 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા, 286 મેચ રમી


Glenn Maxwell: ગ્લેન મેક્સવેલે લીધી નિવૃત્તિ
Glenn Maxwell: ગ્લેન મેક્સવેલે 38 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા, 286 મેચ રમી


Glenn Maxwell: ગ્લેન મેક્સવેલે લીધી નિવૃત્તિ
Glenn Maxwell: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષના ગ્લેન મેક્સવેલે 14 વર્ષ લાંબા ઈન્ટરનેશનલ કરિયર બાદ આ નિર્ણય લીધો છે. અગાઉ તેઓ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હતા અને હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. આ સાથે ઓસ્ટ્રેલિયા તરફથી તેમની 286 ઈન્ટરનેશનલ મેચની સફરનો અંત આવ્યો છે.
2012માં કર્યું હતું ઈન્ટરનેશનલ ડેબ્યૂ
ગ્લેન મેક્સવેલે વર્ષ 2012માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની આક્રમક બેટિંગ, ઓફ સ્પિન અને શાનદાર ફિલ્ડિંગના કારણે તેને ટૂંકા સમયમાં આગવી ઓળખ બનાવી હતી. ખાસ કરીને વ્હાઈટ-બોલ ક્રિકેટમાં તે વિશ્વના ખતરનાક ખેલાડીઓમાં ગણાતો હતો.
મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે 149 વનડેમાં 3,990 રન બનાવ્યા હતા. તેમાં 4 સદી અને 23 અડધી સદીનો સમાવેશ થાય છે. વનડેમાં તેનો હોઈએસ્ટ સ્કોર અણનમ 201 રન રહ્યો હતો, જે તેને 2023ના વનડે વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામે બનાવ્યો હતો. આ યાદગાર ઈનિંગમાં તેને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી.
T20માં 4 સદી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 136 વિકેટ
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગ્લેન મેક્સવેલે 130 મેચમાં 2,897 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેના નામે 5 સદી અને 12 અડધી સદી છે. તેનો સ્ટ્રાઈક રેટ 154થી વધુ રહ્યો હતો.
બેટિંગની સાથે બોલિંગમાં પણ ગ્લેન મેક્સવેલનું યોગદાન મહત્વનું રહ્યું હતું. તેને વનડેમાં 77 અને T20 ઈન્ટરનેશનલમાં 51 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેને 7 મેચ રમીને 339 રન બનાવ્યા હતા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. ત્રણેય ફોર્મેટમાં મળીને તેને 136 ઈન્ટરનેશનલ વિકેટ ઝડપી હતી.
2015 અને 2023ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ
ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાની 2015 અને 2023ની વનડે વર્લ્ડકપ વિજેતા ટીમનો મહત્વનો ભાગ હતા. આ સિવાય 2021માં T20 વર્લ્ડકપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ તેમનો સમાવેશ હતો. તેઓ IPLમાં પણ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જેવી ટીમો તરફથી રમી ચૂક્યા છે.
નિવૃત્તિ બાદ પણ ગ્લેન મેક્સવેલ ફ્રેન્ચાઈઝી T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. તેઓ આગામી બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતા જોવા મળશે.
આ પણ વાંચો: Shubman Gill: શુભમન ગિલે BCCIના શેડ્યૂલ પર ઉઠાવ્યા સવાલ! કહ્યું- 'પહેલાં વનડે સિરીઝ હોવી જોઈતી...'





