Team India: ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો ઐતિહાસિક સિદ્ધિ, વેલિંગ્ટનમાં 720 રન બનાવી તોડ્યા અનેક જૂના રેકોર્ડ

Team India: ભારતે વેલિંગ્ટન ટેસ્ટમાં 720 રન બનાવી ન્યૂઝીલેન્ડની ધરતી પર સૌથી મોટો ટેસ્ટ સ્કોર નોંધાવ્યો અને અનેક રેકોર્ડ તોડ્યા.
Nancy Shukal
Nancy Shukal
Team India: વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતના 720 રનથી તૂટ્યા અનેક રેકોર્ડTeam India: વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતના 720 રનથી તૂટ્યા અનેક રેકોર્ડ

Team India: વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતના 720 રનથી તૂટ્યા અનેક રેકોર્ડ

Team India: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટના ચોથા દિવસે પોતાની પ્રથમ ઈનિંગ 9 વિકેટે 720 રનના વિશાળ સ્કોર પર જાહેર કરી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં અનેક જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતીય બેટર્સે શાનદાર પ્રદર્શન કરીને વિદેશની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઈનિંગ સ્કોર નોંધાવ્યો છે. આ સિવાય ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ વખત 700 કે તેથી વધુ રન બનાવનારી ટીમની લિસ્ટમાં ભારત હવે બીજા સ્થાને પહોંચી ગયું છે.

ન્યૂઝીલેન્ડની ધરતી પર સૌથી મોટો ટેસ્ટ સ્કોર બનાવ્યો

ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે ભારતના નામે નોંધાયો છે. આ પહેલાં આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડની ટીમ પાસે હતો. વર્ષ 2019માં હેમિલ્ટન ખાતે બાંગ્લાદેશ સામે કિવી ટીમે 715 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. હવે ભારતે 720 રન બનાવી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આ સાથે ન્યૂઝીલેન્ડની ધરતી પર કોઈપણ મહેમાન ટીમ દ્વારા બનાવાયેલો આ સૌથી મોટો ટેસ્ટ ઈનિંગ સ્કોર પણ છે. અગાઉ આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો. વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 1995માં 660 રન બનાવ્યા હતા. ભારતનો 720 રનનો સ્કોર ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ઈનિંગ સ્કોર પણ છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી મોટા ઈનિંગ સ્કોર

ઈંગ્લેન્ડ સામે – 759 રન (2016, ચેન્નાઈ)

શ્રીલંકા સામે – 726 રન (2009, બ્રેબોર્ન)

ન્યૂઝીલેન્ડ સામે – 720 રન (2026, વેલિંગ્ટન)

શ્રીલંકા સામે – 707 રન (2010, કોલંબો)

ઓસ્ટ્રેલિયા સામે – 705 રન (2004, સિડની)

700થી વધુ રન બનાવવામાં ભારત બીજા નંબરે

ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં 700 કે તેથી વધુ રન બનાવવાની બાબતમાં પણ ભારતે મોટી સિદ્ધિ મેળવી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 5 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે અને હવે તે આ લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગઈ છે.

આ લિસ્ટમાં શ્રીલંકાની ટીમ 7 વખત 700થી વધુ રન બનાવીને પ્રથમ નંબરે છે. જ્યારે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોએ 4-4 વખત આ સિદ્ધિ મેળવી છે.

ટેસ્ટની એક ઈનિંગમાં સૌથી વધુ વખત 700 કે તેથી વધુ રન બનાવનારી ટીમો

શ્રીલંકા – 7 વખત

ભારત – 5 વખત

ઈંગ્લેન્ડ – 4 વખત

ઓસ્ટ્રેલિયા – 4 વખત

વેસ્ટ ઈન્ડિઝ – 4 વખત

પાકિસ્તાન – 2 વખત

ન્યૂઝીલેન્ડ – 1 વખત

વેલિંગ્ટન ટેસ્ટમાં 720 રનનો વિશાળ સ્કોર બનાવીને ભારતીય ટીમે બેટિંગની તાકાતનો પરિચય આપ્યો છે. આ પ્રદર્શન સાથે ભારતે માત્ર મેચમાં મજબૂત સ્થિતિ જ નથી મેળવી, પરંતુ ટેસ્ટ ક્રિકેટના રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

આ પણ વાંચો: Ind Vs NZ: ભારત જીતથી માત્ર 8 વિકેટ દૂર, 720 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડનો વળતો પ્રહાર