Get News Alerts

Never miss breaking news updates.

IND Vs JPN: જાપાનમાં 'ડોજુઆન' વાવાઝોડાનો ખતરો, ભારતની મેચ પર સંકટના વાદળો, પ્રેક્ટિસ રદ્દ થવાથી કેપ્ટનની વધી ચિંતા

IND Vs JPN: ભારતીય ટીમ જાપાન સામે T20 મેચ રમવા માટે તૈયાર છે. પરંતુ મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સમાચાર છે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના છે.
Nancy ShuklaUpdated on: 21 Sep 2026 05:57 PM IST
IND Vs JPN: જાપાનમાં 'ડોજુઆન' વાવાઝોડાનો ખતરો, ભારતની મેચ પર સંકટના વાદળો, પ્રેક્ટિસ રદ્દ થવાથી કેપ્ટનની વધી ચિંતાIND Vs JPN: જાપાનમાં 'ડોજુઆન' વાવાઝોડાનો ખતરો, ભારતની મેચ પર સંકટના વાદળો, પ્રેક્ટિસ રદ્દ થવાથી કેપ્ટનની વધી ચિંતા

IND Vs JPN

IND Vs JPN: ભારત અને જાપાન વચ્ચેની ઐતિહાસિક T20 મેચ પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વી જાપાનમાં તબાહી મચાવી રહેલા ખતરનાક વાવાઝોડા ડોજુઆને ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો આપ્યો છે.

ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા સોમવારે મેચ પહેલા તેનું અંતિમ ટ્રેનિંગ સેશન પણ યોજી શકી ન હતી. જાપાન છેલ્લા બે દિવસથી ચક્રવાત ડોજુઆનની વિનાશક અસરોનો અનુભવ કરી રહ્યું છે.

ઘોડેસવારી કાર્યક્રમો પણ મંગળવાર સુધી મુલતવી

ભારે પવન અને મુશળધાર વરસાદે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. જાપાન હવામાન એજન્સી (JMA) એ ચેતવણી આપી છે કે વાવાઝોડું ટોક્યો મેટ્રોપોલિટન વિસ્તારની નજીકથી પસાર થઈ રહ્યું છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

વાવાઝોડાને કારણે જાપાનમાં ઓછામાં ઓછી 275 ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે. વધુમાં ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં ઘણી ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા વીડિયો ગેમ ટ્રેડ ફેરમાંથી એક, ટોક્યો ગેમ શોને વહેલા બંધ કરવાની ફરજ પડી હતી. સાવચેતીના પગલા તરીકે એશિયન ગેમ્સના ભાગ રૂપે ઘોડેસવારી કાર્યક્રમો પણ મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવ્યા છે.

ભારતીય ટીમને પણ ઝટકો લાગ્યો

ભારત અને જાપાન મંગળવારે ટોક્યોથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમશે. બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના સેલિબ્રેશન તરીકે સુઝુકી કપ અને આગામી એશિયન ગેમ્સની તૈયારી માટે આ ગેમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

પરંતુ સોમવારે એક વાવઝોડાના કારણે ભારતીય ટીમ મેદાન છોડીને ગઈ હતી. આનો અર્થ એ થયો કે ખેલાડીઓ પાસે સ્થાનિક પરિસ્થિતિઓ અને પિચને યોગ્ય રીતે સમજવાની છેલ્લી તક ગુમાવી દીધી છે.

કેપ્ટન શ્રેયસ ઐયરે શું કહ્યું?

મેચ પહેલા કેપ્ટન શ્રેયસ ઐયરે જાપાની લોકોના આતિથ્ય અને વાતાવરણની પ્રશંસા કરી. તેને કહ્યું કે ત્યાંના લોકો ખૂબ જ મદદરૂપ અને સારા છે. પરંતુ તેને એ પણ સ્વીકાર્યું કે ત્યાંની પરિસ્થિતિઓ અને વિકેટો વિશે વધુ ન જાણવું ટીમ માટે પડકાર બની શકે છે, પરંતુ ટીમ આ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છે. જ્યારે T20 વર્લ્ડ ચેમ્પિયન ભારત કાગળ પર મજબૂત હોઈ શકે છે અને જાપાન રેન્કિંગમાં ઘણું પાછળ હોઈ શકે છે, ત્યારે હાલમાં હવામાને ચિંતા વધારી છે.

આ પણ વાંચો: Asian Games 2026: ભારતીય મેન્સ બેડમિન્ટન ટીમે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું, બાંગ્લાદેશને 3-0થી હરાવ્યું

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.