CSK: ઝહીર ખાનને મળશે મોહિત શર્માનો સાથ, CSKમાં નિભાવશે બોલિંગ કોચની મહત્વપૂર્ણ જવાબદારી!


CSK
CSK: ઝહીર ખાનને મળશે મોહિત શર્માનો સાથ, CSKમાં નિભાવશે બોલિંગ કોચની મહત્વપૂર્ણ જવાબદારી!


CSK
CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી IPL સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને ટીમના સપોર્ટ સ્ટાફમાં પહેલો મોટો ફેરફાર લગભગ નક્કી છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મોહિત શર્માને CSK ના નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવશે. 38 વર્ષનો મોહિત શર્મા CSK માટે 4 સીઝન રમી ચૂક્યો છે અને હવે તે ખેલાડી તરીકે નહીં પરંતુ કોચ તરીકે ટીમમાં જોડાશે.
મોહિત શર્મા આ ભૂમિકામાં એરિક સિમોન્સનું સ્થાન લેશે. ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગના કાર્યકાળ દરમિયાન સિમોન્સે ટીમના બોલિંગ કોચ તરીકે સેવા આપી હતી. મોહિત હવે નવા હેડ કોચ ઝહીર ખાનના સપોર્ટ સ્ટાફનો ભાગ બનનાર પ્રથમ સભ્ય બનશે. મીડિયા રિપોર્ટ મુજબ મોહિત ટૂંક સમયમાં CSK સાથે સત્તાવાર રીતે કરાર પર હસ્તાક્ષર કરશે. CSKના CEO કાસી વિશ્વનાથને એમ પણ કહ્યું કે ઝહીર ખાન સપોર્ટ સ્ટાફને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે અને બોલિંગ કોચના પદ માટે મોહિત શર્માનું નામ આપવામાં આવ્યું છે.
મોહિત શર્માનો CSK સાથે લાંબો સંબંધ
કાસી વિશ્વનાથને કહ્યું કે ઝહીર પોતાના સપોર્ટ સ્ટાફને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. એવું લાગે છે કે તેને બોલિંગ કોચની ભૂમિકા માટે મોહિતની પસંદગી કરી છે. મળતી માહિતી મુજબ મોહિત શર્માનો CSK સાથે લાંબો સંબંધ છે. તેને IPLમાં CSK માટે 48 મેચ રમી હતી. તેને હાલમાં બંધ થયેલી ચેમ્પિયન્સ લીગ T20ની 2 સીઝનમાં CSKનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું, જેમાં 10 મેચ રમી હતી. મોહિતે ભારતીય ટીમ માટે 8 T20I મેચ પણ રમી છે. મોહિતે 2025 સીઝન સુધી IPLમાં ભાગ લીધો હતો. આ પછી તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તે તેની નવી કોચિંગ ભૂમિકામાં તેના અનુભવનો ઉપયોગ કરશે.
CSKના સપોર્ટ સ્ટાફમાં અન્ય એક મુખ્ય પદ માટે નિર્ણય લેવાનો બાકી છે. ટીમ 2027 સીઝન માટે તેના નવા બેટિંગ કોચની પણ જાહેરાત કરે તેવી અપેક્ષા છે. માઈકલ હસી તે આ સીઝન સુધી CSKના બેટિંગ કોચ તરીકે સેવા આપી હતી. પરંતુ આગામી સીઝન માટે આ પદ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટ મુજબ લગભગ ત્રણથી ચાર નામો પર ચર્ચા થઈ રહી છે.
CSKની નજર છઠ્ઠા ટાઈટલ પર
છેલ્લી કેટલીક સીઝન CSK માટે અપેક્ષા મુજબ રહી નથી. ટીમે 2023 માં તેનું પાંચમું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું, પરંતુ સતત 3 સીઝન સુધી પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. આ પ્રદર્શન બાદ ફ્રેન્ચાઈઝીએ આ વર્ષે લાંબા સમયથી હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગથી અલગ થવાનો નિર્ણય લીધો. ઝહીર ખાનના નેતૃત્વ હેઠળ CSK તેના સપોર્ટ સ્ટાફને ફરીથી સુધારી રહ્યું છે. આ ફેરફારમાં મોહિત શર્માની એન્ટ્રી ટીમના બોલિંગ વિભાગમાં એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે.
આ પણ વાંચો: Asian Games 2026: ભારતીય વિમેન્સ ટીમે 4x100 મીટર રિલેમાં રચ્યો ઈતિહાસ, ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ





