Chinmay Sutarએ અણનમ 400 રન બનાવ્યા, ભારતનો બીજો ખેલાડી અને વિશ્વનો 10મો ખેલાડી બન્યો


Chinmay Sutar
Chinmay Sutarએ અણનમ 400 રન બનાવ્યા, ભારતનો બીજો ખેલાડી અને વિશ્વનો 10મો ખેલાડી બન્યો


Chinmay Sutar
Chinmay Sutar: 19 ઓક્ટોબર, 2026ની તારીખ ક્રિકેટ જગત ખાસ કરીને ભારતીય ક્રિકેટ માટે ઈતિહાસના પાના પર કોતરાઈ ગઈ છે. ચિન્મય સુતારે રણજી ટ્રોફી મેચમાં 400 રન બનાવ્યા. તે આટલા રન બનાવ્યા બાદ આઉટ ન થયો તો કેપ્ટને ઈનિંગ ડિકલેર કરી. તે 400 રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી અને વિશ્વનો દસમો ખેલાડી બન્યો. આપણે ઈન્ટરનેશનલ અને સ્થાનિક ક્રિકેટની સંયુક્ત વાત કરી રહ્યા છીએ. ચિન્મયએ હમણાં જ ડેબ્યૂ કર્યું અને ઝડપથી ચર્ચામાં આવી ગયો.
ચિન્યામ સુતારે 400 રન બનાવ્યા, ટીમે 581 રન બનાવ્યા
રણજી ટ્રોફીમાં નાગાલેન્ડ અને મિઝોરમ વચ્ચે મેચ રમાઈ રહી છે . ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ચિન્મય સુતારે અણનમ 400 રન બનાવ્યા. રસપ્રદ વાત એ છે કે ચિન્મયે 400 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન 100 રન સુધી પણ પહોંચી શક્યો ન હતો. ટીમ માટે બીજો સૌથી વધુ સ્કોર જુહુ એન્ડરસનનો હતો, તેને 151 બોલમાં 69 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. ચિન્મય સુતારે 46 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો હતો. મિઝોરમની ટીમે 9 વિકેટે 581 રન બનાવ્યા બાદ ઈનિંગ ડિકલેર કરી હતી.
બીબી નિમ્બાલકરે 1948માં 443 રનની ઈનિંગ રમી
ચિન્યમ સુતાર ઘરેલુ ક્રિકેટમાં 400 રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલાનો હાઈએસ્ટ રેકોર્ડ 1948માં મહારાષ્ટ્ર માટે બીબી નિમ્બાલકરે અણનમ 443 રનનો હતો. આનો અર્થ એ થયો કે લગભગ 78 વર્ષ પછી કોઈ ભારતીય ખેલાડી 400 રનના આંકડે સફળતાપૂર્વક પહોંચ્યો છે. વધુમાં તે ક્રિકેટ ઈતિહાસમાં 400 રન બનાવનાર 10મો ખેલાડી બન્યો છે. તે હવે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન બ્રાયન લારા અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેનના લિસ્ટમાં જોડાયો છે.
ચિન્યમ સુતાર હાલમાં લગભગ 29 વર્ષના છે
આ ચિન્યમ સુતારની બીજી ફર્સ્ટ-ક્લાસ મેચ છે. તેને અગાઉ મણિપુર સામે રમી હતી, જેમાં તેને પહેલી ઈનિંગમાં 35 અને બીજી ઈનિંગમાં 99 રન બનાવ્યા હતા. એક રનથી સદી ચૂકી ગયા બાદ તેને હવે એક જ ઈનિંગમાં ચાર સદી ફટકારી છે. ચિન્યમ સુતાર અત્યાર સુધી 5 લિસ્ટ A મેચની 4 ઈનિંગમાં 134 રન બનાવી ચૂક્યો છે, જેમાં 1 સદીનો પણ સમાવેશ થાય છે. તેને અણનમ 104 રન બનાવ્યા છે. 1997માં જન્મેલો ચિન્યમ સુતાર હાલમાં લગભગ 29 વર્ષનો છે અને આગામી મેચમાં તેના પર ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે.
આ પણ વાંચો: BCCIની મોટી જાહેરાત, પ્રજ્ઞાન ઓઝા બન્યા નવી સિલેક્શન કમિટીના ચીફ, રમેશ પોવર પણ સામેલ





