Get News Alerts

Never miss breaking news updates.

Asian Para Games: કોકિલાએ જુડોમાં જીત્યો સિલ્વર, કપિલ પરમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

Asian Para Games: ભારતના દૃષ્ટિહીન જુડો ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્સ 2026 માં 2 મેડલ જીત્યા. કોકિલાએ વિમેન્સ J2 કેટેગરી (52 કિગ્રા)માં સિલ્વર મેડલ જીત્યો.
Nancy ShuklaUpdated on: 19 Oct 2026 04:13 PM IST
Asian Para Games: કોકિલાએ જુડોમાં જીત્યો સિલ્વર, કપિલ પરમારે જીત્યો બ્રોન્ઝ મેડલAsian Para Games: કોકિલાએ જુડોમાં જીત્યો સિલ્વર, કપિલ પરમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

Asian Para Games

Asian Para Games: સોમવારે એશિયન પેરા ગેમ્સમાં ભારતના દૃષ્ટિહીન જુડો ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં તેને બે મેડલ જીત્યા. કોકિલાએ વિમેન્સ J2 કેટેગરી (52 કિગ્રા)માં સિલ્વર મેડલ જીત્યો, જ્યારે કપિલ પરમારે પુરુષોની J1 કેટેગરી (70 કિગ્રા)માં બ્રોન્ઝ મેડલ જીત્યો.

હરિયાણાના જીંદ જિલ્લાના કાસુન ગામની રહેવાસી કોકિલા ફાઈનલમાં કિર્ગિસ્તાનના આઈબીકે ઉલાનબેક કાયઝી સામે હારી ગઈ. કિર્ગિસ્તાનના આ ખેલાડીએ માત્ર 21 સેકન્ડમાં ઈપ્પોન હાંસલ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો. ઈપ્પોન જુડોમાં સૌથી વધુ સ્કોર છે, જેનાથી મુકાબલો તરત જ સમાપ્ત થઈ ગયો.

કપિલ પરમારે બ્રોન્ઝ મેડલ મેચ જીતી

ગયા એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર કપિલ પરમારને આ વખતે ગોલ્ડ મેડલની આશા હતી. પરંતુ સેમીફાઈનલમાં તે ઈન્ડોનેશિયાના જુનેડી સામે 0-1થી હારી ગયો. ત્યારબાદ તેને બ્રોન્ઝ મેડલ મેચમાં બીજા ઈન્ડોનેશિયન, અહનાફ રાફલી શિદકીને 1-0થી હરાવ્યો. કપિલ ઈપ્પોન દ્વારા જીત્યો. આ મેચ એક મિનિટથી થોડીવધારે ચાલી.

મેડલ જીત્યા પછી કપિલ ભાવુક થઈ ગયો. તેને કહ્યું કે "હું અહીં ગોલ્ડ જીતવાના ઈરાદાથી આવ્યો હતો, પરંતુ બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો. આજે ગોલ્ડની બાબતમાં નસીબ મારા પક્ષમાં ન હતું, પરંતુ હું આ બ્રોન્ઝ માટે આભારી છું. મેં ખૂબ મહેનત કરી છે, અને લાંબા સમય પછી આ મારો પહેલો મેડલ છે."

કપિલની માતા છેલ્લા કેટલાક સમયથી બીમાર છે, તેથી આ મેડલ તેના માટે ખૂબ જ ભાવનાત્મક મહત્વ ધરાવે છે. કપિલે 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ અને 2019 કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કોકિલાએ સેમીફાઈનલમાં ચીની ખેલાડીને હરાવ્યો

કોકિલા સેમીફાઈનલમાં ચીનની યી લિયુને 1-0 થી હરાવીને ફાઈનલમાં પહોંચી હતી. મેચમાં તેણે એક વાઝા-અરી અને એક યુકોનો સ્કોર કર્યો, જ્યારે તેના ચીની પ્રતિસ્પર્ધીએ ફક્ત એક વાઝા-અરીનો સ્કોર કર્યો.

કોકિલાએ 2023માં છેલ્લી એશિયન પેરા ગેમ્સમાં વિમેન્સની 48 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તેણે 52 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વધુમાં તેણે આ વર્ષે અસ્તાનામાં આયોજિત જુડો ગ્રાન્ડ પ્રિકસમાં સિલ્વર મેડલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીત્યા છે.

J1 અને J2 કેટેગરી શું છે?

જુડોમાં દૃષ્ટિની ક્ષતિ ધરાવતા ખેલાડીઓ માટે J1 અને J2 વિભાગો છે. J1 માં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ સંપૂર્ણપણે અંધ હોઈ શકે છે, જ્યારે J2 રમતવીરો, દૃષ્ટિની ક્ષતિ હોવા છતાં, સામાન્ય રીતે J1 રમતવીરો કરતાં વધુ કાર્યાત્મક દ્રષ્ટિ જાળવી રાખે છે.

આ પણ વાંચો: Asian Games: એશિયન પેરા ગેમ્સમાં મોના અગ્રવાલે જીત્યો ગોલ્ડ મેડલ, અવની લેખરાને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.