Get News Alerts

Never miss breaking news updates.

Asian Games: એશિયન પેરા ગેમ્સમાં મોના અગ્રવાલે જીત્યો ગોલ્ડ મેડલ, અવની લેખરાને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

Asian Games: ભારતીય શૂટર મોના અગ્રવાલે વિમેન્સ10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં દેશબંધુ અવની લેખાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
Nancy ShuklaUpdated on: 19 Oct 2026 03:13 PM IST
Asian Games: એશિયન પેરા ગેમ્સમાં મોના અગ્રવાલે જીત્યો ગોલ્ડ મેડલ, અવની લેખરાને સિલ્વરથી માનવો પડ્યો સંતોષAsian Games: એશિયન પેરા ગેમ્સમાં મોના અગ્રવાલે જીત્યો ગોલ્ડ મેડલ, અવની લેખરાને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

Mona Agarwal

Asian Games: શૂટર્સે એશિયન પેરા ગેમ્સમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતના અભિયાનની શરૂઆત કરી. મોના અગ્રવાલે વિમેન્સ 10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે 2 વખતની પેરાલિમ્પિક ચેમ્પિયન અવની લેખરાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. બંને ભારતીય શૂટર્સે પ્રથમ અને બીજા સ્થાને રહીને ભારતને શાનદાર શરૂઆત અપાવી.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024 બ્રોન્ઝ મેડલ વિજેતા મોનાએ ફાઈનલમાં છઠ્ઠા સ્થાનેથી વાપસી કરી અને 250.0 પોઈન્ટ મેળવીને એશિયન પેરા ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો. આ દરમિયાન ડિફેન્ડિંગ ચેમ્પિયન અવની 249.6 પોઈન્ટ સાથે બીજા નંબરે રહી. બંને વચ્ચે ગોલ્ડ મેડલનો નિર્ણય માત્ર 0.4 પોઈન્ટથી થયો.

38 વર્ષની મોના 2 બાળકોની માતા છે અને આ જીત તેના માટે ખાસ હતી. સ્પર્ધાનો ઉત્સાહ અંતિમ શોટ સુધી રહ્યો. નિર્ણાયક શોટ પહેલા 239.1 પોઈન્ટ સાથે, મોના અવનીના 239.2 પોઈન્ટથી 0.1 પોઈન્ટ પાછળ રહી ગઈ. પરંતુ પ્રેશર મોમેન્ટમાં મોનાએ શાનદાર 10.8 પોઈન્ટનો શોટ માર્યો, જ્યારે અવની ફક્ત 10.5 પોઈન્ટ જ કરી શકી. આ સાથે મોનાએ ગોલ્ડ મેડલ પર કબજો કર્યો.

મોનાએ ક્વોલિફિકેશનમાં પણ એક રેકોર્ડ બનાવ્યો

મોનાએ ફાઈનલ પહેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ પોતાની તાકાત બતાવી હતી. તેણે 629.1 પોઈન્ટના સ્કોર સાથે 8 શૂટર્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જેનાથી એશિયન પેરા ગેમ્સ ક્વોલિફિકેશન રેકોર્ડ બન્યો હતો. અવની 626.4 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી હતી. પરંતુ ફાઈનલની શરૂઆતમાં ચિત્ર સંપૂર્ણપણે અલગ દેખાતું હતું.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">DOUBLE THE MEDALS, DOUBLE THE PRIDE! 🇮🇳🔥

A proud moment for India at the #AsianParaGames2026! 💪🏆

Mona Agarwal and Avani Lekhara shine on the podium, bringing home GOLD 🥇 and SILVER 🥈 and making the Tricolour fly high!

🇮🇳 Two champions. One nation. Endless pride! 🚀

#Cheer4Bharat #AsianParaGames2026 #IndianShooting #ProudMoment</p>&mdash; SAI Media (@Media_SAI) <a href="https://x.com/Media_SAI/status/2112088274001179063?ref_src=twsrc%5Etfw">October 19, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા અવનીએ તેના પહેલા શોટ પર 10.8 પોઈન્ટ બનાવ્યા, જ્યારે મોનાએ 10.1 પોઈન્ટ બનાવ્યા. પહેલા 5 શોટ પછી અવની 53.2 પોઈન્ટ સાથે આગળ રહી. આગામી પાંચ શોટ પછી તેણે પોતાની લીડ જાળવી રાખી, 104.8 પોઈન્ટ સુધી પહોંચી. તે સમયે મોના 102.9 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને હતી. પરંતુ જેમ જેમ એલિમિનેશન રાઉન્ડ શરૂ થયા, સ્પર્ધાનો માહોલ બદલાવા લાગ્યો. અવનીના કેટલાક શોટ અપેક્ષાઓ કરતા ઓછા હતા, જ્યારે મોનાએ સતત તેના પ્રદર્શનમાં સુધારો કર્યો, તેનું સ્થાન મજબૂત કર્યું. ધીમે ધીમે તે ટોપના સ્થાનની નજીક ગઈ અને અંતે નિર્ણાયક શોટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. સાઉથ કોરિયાની યુનરી લીએ 227.9 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.

ભારતને લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ માટે બીજો ક્વોટા મળ્યો

મોનાની જીતથી 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ માટે વિમેન્સની 10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં ભારતનું બીજું ક્વોટા સ્થાન પણ સુરક્ષિત થયું. મોનાએ ગયા મહિને સાઉથ કોરિયાના ચાંગવોનમાં વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ક્વોટા સ્થાન મેળવ્યું હતું. અવનીના મેડલથી આ ઈવેન્ટમાં ભારતનું બીજું ક્વોટા સ્થાન સુનિશ્ચિત થયું.

આ પણ વાંચો: Ind Vs Zim: શેફાલી વર્માએ મચાવી ધૂમ, ભારતે 8.5 ઓવરમાં ટાર્ગેટનો કર્યો પીછો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.