Get News Alerts

Never miss breaking news updates.

BCCIની મોટી જાહેરાત, પ્રજ્ઞાન ઓઝા બન્યા નવી સિલેક્શન કમિટીના ચીફ, રમેશ પોવર પણ સામેલ

BCCIએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાને પુરુષ સિલેક્શન કમિટીના નવા મુખ્ય સિલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. રમેશ પોવારને પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
Nancy ShuklaUpdated on: 19 Oct 2026 05:28 PM IST
BCCIની મોટી જાહેરાત, પ્રજ્ઞાન ઓઝા બન્યા નવી સિલેક્શન કમિટીના ચીફ, રમેશ પોવર પણ સામેલBCCIની મોટી જાહેરાત, પ્રજ્ઞાન ઓઝા બન્યા નવી સિલેક્શન કમિટીના ચીફ, રમેશ પોવર પણ સામેલ

BCCI

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટીમાં મોટો ફેરફાર કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝાને સમિતિના નવા અધ્યક્ષ અથવા મુખ્ય સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રજ્ઞાન ઓઝાને સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના તેમના અનુભવના આધારે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ આ પદ પર અજિત અગરકરનું સ્થાન લેશે. આ સિવાય ભૂતપૂર્વ ક્રિકેટર રમેશ પોવારને પણ પસંદગી સમિતિમાં નવા સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યા છે.

BCCI ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યો અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપેએ નવા પસંદગી સમિતિના સભ્યની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી. મુંબઈમાં BCCI મુખ્યાલયમાં તમામ અરજીઓની સમીક્ષા અને ઈન્ટરવ્યુ લીધા પછી તેમને સર્વાનુમતે રમેશ પોવારને આ પદ માટે પસંદ કર્યા.

રમેશ પોવારે ભારત માટે 2 ટેસ્ટ મેચ રમી

રમેશ પોવારે તેમના ઈન્ટરનેશનલ કરિયરમાં ભારત માટે 2 ટેસ્ટ અને 31 ODI રમ્યા. ત્યારબાદ તેમને મુંબઈ અને ગુજરાતમાં ભારતીય મહિલા ટીમના હેડ કોચ તરીકે અને BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં બોલિંગ કોચ તરીકે સેવા આપવા સહિત અનેક વરિષ્ઠ કોચિંગ હોદ્દાઓ સંભાળ્યા. ભારતીય વિમેન્સ ટીમ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ટીમને એશિયા કપ ટાઇટલ અને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અપાવ્યો.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">🚨 Announcement 🚨

Mr Ramesh Powar @imrameshpowar appointed to Men’s Selection Committee.

Based on seniority (most Tests), Mr Pragyan Ojha @pragyanojha will chair the Committee.

BCCI appreciates Mr Ajit Agarkar @imAagarkar for his commitment, conviction and contribution during his tenure as Chairman of the Committee.

Details ▶️ https://t.co/z0jcyPWkr0

#TeamIndia</p>&mdash; BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2112129980792729931?ref_src=twsrc%5Etfw">October 19, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

પ્રજ્ઞાન ઓઝા સિલેક્શન કમિટીના પ્રમુખ રહેશે

પ્રજ્ઞાન ઓઝા હવે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે નવી સિલેક્શન કમિટીના વડા રહેશે. તેમની સાથે શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા અને રમેશ પોવાર પણ જોડાયા છે. આ સિલેક્શન કમિટીનું પ્રાથમિક કાર્ય ટીમ માટે બેસ્ટ ખેલાડીઓની પસંદગી કરવાનું અને મેચ માટે યોગ્ય ટીમ કોમ્બિનેશન વિકસાવવાનું છે. હવે પ્રજ્ઞાન ઓઝાના નેતૃત્વમાં આ કમિટી પાસે ખેલાડીઓના પ્રદર્શન અને ટીમની જરૂરિયાતોના આધારે ન્યાયી અને સચોટ નિર્ણયો લેવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.

BCCIએ મુખ્ય સિલેક્ટરની પ્રશંસા કરી

BCCIએતેના ભૂતપૂર્વ મુખ્ય સિલેક્ટર અજિત અગરકરના કાર્યની પ્રશંસા કરી છે અને તેમના સમર્પણ, મહેનત અને યોગદાન બદલ તેમનો આભાર માન્યો છે. અજિત અગરકરને જુલાઈ 2023 માં મુખ્ય સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને તેમના કાર્યકાળ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમે નોંધપાત્ર સફળતા મેળવી હતી. આ સમયગાળા દરમિયાન ભારતે 3 ICC ટ્રોફી, 2 એશિયા કપ અને સતત 2 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો: Asian Para Games: કોકિલાએ જુડોમાં જીત્યો સિલ્વર, કપિલ પરમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.