Get News Alerts

Never miss breaking news updates.

Chamari Athapaththu : 5 રન આપીને 7 વિકેટ લીધી, ચમારી અટાપટ્ટુએ મહિલા એશિયા કપમાં ઇન્ડોનેશિયા સામે ઇતિહાસ રચ્યો

Chamari Athapaththu : મહિલા એશિયા કપ 2026માં શ્રીલંકાની કેપ્ટન ચમારી અતાપટ્ટુએ પોતાની શાનદાર બોલિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 03 Sep 2026 09:36 AM IST
Chamari Athapaththu : 5 રન આપીને 7 વિકેટ લીધી, ચમારી અટાપટ્ટુએ મહિલા એશિયા કપમાં ઇન્ડોનેશિયા સામે ઇતિહાસ રચ્યોChamari Athapaththu : 5 રન આપીને 7 વિકેટ લીધી, ચમારી અટાપટ્ટુએ મહિલા એશિયા કપમાં ઇન્ડોનેશિયા સામે ઇતિહાસ રચ્યો

Chamari Athapaththu

Chamari Athapaththu : ઈન્ડોનેશિયા સામેની મેચમાં અતાપટ્ટુએ માત્ર 3.3 ઓવરમાં 5 રન આપીને 7 વિકેટ ઝડપી અને હેટ્રિક પણ નોંધાવી. તેમના આ ઐતિહાસિક પ્રદર્શનના કારણે શ્રીલંકાએ ઈન્ડોનેશિયાને માત્ર 49 રનમાં ઓલઆઉટ કરી 75 રનની મોટી જીત મેળવી.

આ મેચમાં અતાપટ્ટુએ શરૂઆતથી જ ઈન્ડોનેશિયાના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. પાવરપ્લે દરમિયાન જ તેમણે ઈન્ડોનેશિયાના બંને ઓપનર સહિત મહત્વની વિકેટો ઝડપી હતી. ત્યારબાદ મેચના અંતિમ તબક્કામાં હેટ્રિક સાથે ઈન્ડોનેશિયાની ઈનિંગ્સનો અંત લાવી દીધો હતો.

અતાપટ્ટુના આ પ્રદર્શનનું વિશેષ મહત્વ

અતાપટ્ટુનો 7/5નો બોલિંગ સ્પેલ હવે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન પૈકીનું એક બની ગયો છે. ICC મુજબ આ મહિલા T20Iમાં એક ઈનિંગમાં 7 કે તેથી વધુ વિકેટ લેવાનો માત્ર છઠ્ઠો પ્રસંગ છે. આ પ્રદર્શન સાથે અતાપટ્ટુએ શ્રીલંકા મહિલા T20I ક્રિકેટમાં પણ નવો બેન્ચમાર્ક સ્થાપ્યો છે.

તેઓ શ્રીલંકા તરફથી T20Iમાં 7 વિકેટ લેતી પ્રથમ બોલર બની છે. આ ઉપરાંત હેટ્રિક નોંધાવનારી પ્રથમ શ્રીલંકન મહિલા T20I બોલર તરીકે પણ તેમણે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. એશિયા કપના ઈતિહાસમાં પણ અતાપટ્ટુના આ પ્રદર્શનનું વિશેષ મહત્વ છે.

શ્રીલંકાએ 75 રનની શાનદાર જીત મેળવી

અગાઉ એશિયા કપમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ પાકિસ્તાનની જાવેરિયા ખાનના નામે હતો, જેમણે 2008માં બાંગ્લાદેશ સામે 6 વિકેટ ઝડપી હતી. અતાપટ્ટુએ 7 વિકેટ સાથે આ રેકોર્ડને પાછળ છોડી દીધો. મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ પણ એક સમયે મુશ્કેલીમાં મુકાઈ હતી. ટીમે 62 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.

જોકે નિલાક્ષિકા સિલ્વાએ 35 બોલમાં 50 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમીને ટીમને 124/7ના સ્કોર સુધી પહોંચાડી હતી. 125 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈન્ડોનેશિયાની ટીમ શ્રીલંકાની ઘાતક બોલિંગ સામે ટકી શકી નહોતી અને માત્ર 49 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પરિણામે શ્રીલંકાએ 75 રનની શાનદાર જીત મેળવી અને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી.

આ પણ વાંચો : Ebola Virus : ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા વાયરસનો કહેર, અત્યાર સુધી 3000 થી વધુના મોત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.