Zim Vs Aus: બ્રેન્ડન ટેલરે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, વનડે ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ


Zim Vs Aus
Zim Vs Aus: બ્રેન્ડન ટેલરે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, વનડે ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ


Zim Vs Aus
Zim Vs Aus: ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં 3 મેચની ODI સિરીઝ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ODI સિરીઝની પહેલી મેચ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. ઝિમ્બાબ્વેના વિકેટકીપર-બેટ્સમેન બ્રેન્ડન ટેલરે આ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. આ મેચ માટે મેદાનમાં ઉતરીને તે ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રમનાર ખેલાડી બન્યો. તેને આ સંદર્ભમાં સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.
બ્રેન્ડન ટેલરે બનાવ્યો મોટો રેકોર્ડ
ઝિમ્બાબ્વેના દિગ્ગજ બેટ્સમેન બ્રેન્ડન ટેલરના નામે હવે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રમવાનો રેકોર્ડ છે . તેને ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો 22 વર્ષ અને 146 દિવસની લાંબા ODI કરિયરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિન તેંડુલકરે 22 વર્ષ અને 91 દિવસે પહેલી વખત ODI ક્રિકેટ રમી હતી. બ્રેન્ડન ટેલરે 2004માં પોતાનું કરિયર શરૂ કર્યું હતું અને હજુ પણ રમી રહ્યો છે. આ લિસ્ટમાં શ્રીલંકાના સનથ જયસૂર્યા (21 વર્ષ 184 દિવસ) ત્રીજા નંબરે, પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ ચોથા નંબરે અને ઝિમ્બાબ્વેના સીન વિલિયમ્સ પાંચમા નંબરે છે.
મેન્સના ODI ક્રિકેટ કરિયરમાં સૌથી લાંબું કરિયર
22 વર્ષ 146 દિવસ – બ્રેન્ડન ટેલર (ઝિમ્બાબ્વે, 2004–2026)
22 વર્ષ 91 દિવસ - સચિન તેંડુલકર (ભારત, 1989-2012)
21 વર્ષ 184 દિવસ - સનથ જયસૂર્યા (શ્રીલંકા, 1989-2011)
20 વર્ષ 272 દિવસ - જાવેદ મિયાંદાદ (પાકિસ્તાન, 1975-96)
20 વર્ષ 187 દિવસ - સીન વિલિયમ્સ (ઝિમ્બાબ્વે, 2005-2025)
બ્રેન્ડન ટેલરે 2004 માં વનડે ડેબ્યૂ કર્યું હતું
40 વર્ષના બ્રેન્ડન ટેલરે 2004માં પોતાની પહેલી ODI કરિયર મેચ રમી હતી અને તે ઝિમ્બાબ્વેના સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક છે. તે ઝિમ્બાબ્વેનો સૌથી વધુ ODI સદી ફટકારનાર ખેલાડી છે. બ્રેન્ડન ટેલરે 2021માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ 2022માં ICC નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર સાડા ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સજા પૂરી કર્યા પછી તેને 2025માં પોતાની નિવૃત્તિ પાછી ખેંચી લીધી. ઝિમ્બાબ્વે 2027ના ODI વર્લ્ડકપનું આયોજન સાઉથ આફ્રિકા અને નામિબિયા સાથે કરશે અને ટેલર આગામી વર્લ્ડકપની તૈયારી કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા 12 વર્ષ પછી ઝિમ્બાબ્વેમાં ODI મેચ રમી રહ્યું છે
ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયા 12 વર્ષ પછી ઝિમ્બાબ્વેની ધરતી પર વનડે રમી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શ બંને ટીમોના ફક્ત 3 ખેલાડીઓમાંથી એક છે, જેઓ 2014માં ઝિમ્બાબ્વેમાં રમાયેલી છેલ્લી વનડેનો ભાગ હતા, જે ઝિમ્બાબ્વેએ જીતી હતી. અન્ય બે ખેલાડીઓ ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા અને બ્રેન્ડન ટેલર છે, જેઓ 2014 ની તે ઐતિહાસિક જીતનો ભાગ હતા.
આ પણ વાંચો: Team India ક્યારે લેશે મોહસીન નકવી પાસેથી એશિયા કપની ટ્રોફી? BCCIએ આપ્યો જવાબ





