IND vs AFG: અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં અનફિટ ખેલાડીઓની પસંદગી કેમ? BCCIના નિર્ણય પર ઉઠ્યા સવાલ



IND vs AFG
IND vs AFG: અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં અનફિટ ખેલાડીઓની પસંદગી કેમ? BCCIના નિર્ણય પર ઉઠ્યા સવાલ



IND vs AFG
IND vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝ 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ સિરીઝ માટે BCCIએ મંગળવારે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર કરી છે. જોકે, ટીમની પસંદગી બાદ પસંદગી સમિતિના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ટીમમાં ચાર એવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેઓ હાલમાં અનફિટ છે.
ચાર અનફિટ ખેલાડીઓની પસંદગી
ટીમમાં નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચારેય ખેલાડીઓની બાજુમાં સ્ટાર (*) મૂકવામાં આવ્યો છે, એટલે કે તેમની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર રહેશે. ફિટ જાહેર થયા બાદ જ તેઓ મેચમાં રમી શકશે.
વિકલ્પો હોવા છતાં પસંદગી કેમ?
સવાલ એ છે કે જો ટીમ પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ હતા તો અનફિટ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાની જરૂર શા માટે પડી? ઈજામાંથી પરત ફર્યા બાદ ખેલાડીને સંપૂર્ણ મેચ ફિટનેસ મેળવવા અને પોતાની લયમાં આવવા માટે સમયની જરૂર રહે છે. ઉતાવળમાં મેદાન પર ઉતારવાથી ફરી ઈજા થવાનું જોખમ પણ વધી શકે છે.
ચારેય ખેલાડીઓનો ઈજાથી પ્રભાવિત રહ્યો છે કરિયર
નીતિશ રેડ્ડી, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાની કારકિર્દી પર નજર કરીએ તો ચારેય ખેલાડીઓ વિવિધ તબક્કે ઈજાઓથી પરેશાન રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને સંપૂર્ણ રીતે રિકવર થવા માટે પૂરતો સમય આપવો વધુ યોગ્ય અભિગમ હોઈ શકે છે.
આ ખેલાડીઓને મળી શકતી હતી તક
IPL 2026માં સારો દેખાવ કરનારા અને આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા કેટલાક ખેલાડીઓને તક આપી શકાય તેમ હતી. બુમરાહના વિકલ્પ તરીકે ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને ક્રુણાલ પંડ્યા, નીતિશ રેડ્ડીના સ્થાને મોહમ્મદ સિરાજ અથવા મયંક યાદવ અને હર્ષિત રાણાના સ્થાને પ્રિન્સ યાદવને તક આપવાનો વિકલ્પ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ટીમમાં આ ખેલાડીઓનો સમાવેશ
અફઘાનિસ્તાન સામેની ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (ઉપકપ્તાન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અહેવાલમાં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે BCCI પાસે કેટલાક અનુભવી અને ફોર્મમાં રહેલા વિકલ્પોને અજમાવવાની તક હતી. ખાસ કરીને ઝડપી બોલિંગમાં સિરાજ, મયંક યાદવ અને ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓ ટીમને વધુ વિકલ્પ આપી શક્યા હોત. હવે અનફિટ ખેલાડીઓ સિરીઝ સુધીમાં સંપૂર્ણ ફિટ થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો : Surat Breaking: બસેરા નગરમાં ભીષણ આગ, કેમિકલ ડ્રમના ધડાકાથી મચી અફરાતફરી




