BBL 2026-27: સૌથી મોટી ડીલ! ફિન એલનને Melbourne Starsએ કરોડોમાં ખરીદ્યો, Perth Scorchersને મોટો ઝટકો



BBL 2026-27
BBL 2026-27: સૌથી મોટી ડીલ! ફિન એલનને Melbourne Starsએ કરોડોમાં ખરીદ્યો, Perth Scorchersને મોટો ઝટકો



BBL 2026-27
BBL 2026-27: ઓસ્ટ્રેલિયાની Big Bash League (BBL)માં આગામી સિઝન પહેલાં જ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર ફિન એલન Perth Scorchers છોડીને Melbourne Stars સાથે જોડાવા જઈ રહ્યો છે. એલન માટે Melbourne Starsએ લગભગ 6 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (₹4 કરોડથી વધુ)ની રેકોર્ડ ડીલ કરી હોવાનું સામે આવ્યું છે. આ કરારને BBLના સૌથી મોટા ખેલાડી કરારોમાંનો એક માનવામાં આવી રહ્યો છે. એલને અગાઉ Perth Scorchersને છઠ્ઠું BBL ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
BBLના સૌથી મોંઘા ખેલાડીઓમાં ફિન એલન
ફિન એલનને Melbourne Stars સાથે જોડવા માટે લગભગ A$600,000ની ડીલની ચર્ચા હતી. આ રકમ સાથે તે BBLના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ થશે. BBLમાં વિદેશી ખેલાડીઓની પસંદગી માટેની જૂની ડ્રાફ્ટ સિસ્ટમને બદલે હવે સીધી સાઇનિંગ સિસ્ટમ લાગુ થતાં ફ્રેન્ચાઇઝીઓને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે સીધા કરાર કરવાની વધુ તક મળી છે.
Perth Scorchersને મોટો ઝટકો
ફિન એલન છેલ્લા બે સીઝનથી Perth Scorchersનો ભાગ હતો. 2025-26ની BBL સિઝનમાં તેણે 466 રન બનાવીને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો હતો અને તેનો સ્ટ્રાઇક રેટ 184.18 રહ્યો હતો. તેની આ શાનદાર બેટિંગના કારણે Scorchersએ છઠ્ઠું BBL ટાઇટલ જીત્યું હતું.
T20 ક્રિકેટનો ખતરનાક બેટર
ફિન એલનને વિશ્વના આક્રમક T20 બેટર્સમાં ગણવામાં આવે છે. BBLમાં તેની 21 મેચમાં 647 રન છે અને તેનો સ્ટ્રાઇક રેટ 184.33 રહ્યો છે. તેના નામે BBLમાં એક સદી પણ છે. 2026 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ એલને માત્ર 33 બોલમાં સદી ફટકારીને વિશ્વ ક્રિકેટમાં પોતાની તોફાની બેટિંગની ઝલક બતાવી હતી.
Cameron White સાથે જૂનું કનેક્શન
Melbourne Starsના નવા હેડ કોચ Cameron White સાથે ફિન એલનનું જૂનું કનેક્શન પણ છે. એલન અગાઉ Major League Cricketમાં San Francisco Unicorns માટે રમી ચૂક્યો છે. હવે Stars સાથે જોડાયા બાદ તે નવી ટીમમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ફરી એકવાર BBLમાં ધમાલ મચાવવાની તૈયારીમાં છે.
વિદેશી ખેલાડીઓની મોટી ડીલથી ચર્ચા તેજ
ફિન એલન માટેની મોટી રકમ બાદ BBLમાં વિદેશી અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના વેતનને લઈને ચર્ચા ફરી તેજ બની છે. અગાઉ ઇંગ્લેન્ડના Ben Stokes પણ Adelaide Strikers સાથે જોડાયા છે. BBLની નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ટોચના ખેલાડીઓ માટે વધુ રકમ ઉપલબ્ધ થતાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સને આકર્ષવા માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે.




