iPhone 18 Pro vs Pro Max: ₹15 હજારનો ફરક, પરંતુ તમારા માટે કયો iPhone બેસ્ટ? જાણો કેમેરા, બેટરી અને ડિસ્પ્લેનો સંપૂર્ણ તફાવત



iPhone 18 Pro vs Pro Max
iPhone 18 Pro vs Pro Max: ₹15 હજારનો ફરક, પરંતુ તમારા માટે કયો iPhone બેસ્ટ? જાણો કેમેરા, બેટરી અને ડિસ્પ્લેનો સંપૂર્ણ તફાવત



iPhone 18 Pro vs Pro Max
iPhone 18 Pro vs Pro Max: જો તમે નવો પ્રીમિયમ iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો iPhone 18 Pro અને iPhone 18 Pro Maxમાંથી કયો મોડલ લેવો તે નક્કી કરવું થોડું મુશ્કેલ બની શકે છે. બંને ફોનમાં લગભગ સમાન પ્રોસેસર, કેમેરા સિસ્ટમ અને સોફ્ટવેર ફીચર્સ આપવામાં આવ્યા છે. બંને વચ્ચેનો મુખ્ય તફાવત ડિસ્પ્લેનું કદ, વજન અને બેટરી લાઇફમાં જોવા મળે છે. તો ચાલો જાણીએ કે બંને મોડલમાં શું તફાવત છે અને તમારા ઉપયોગ પ્રમાણે કયો iPhone વધુ યોગ્ય રહેશે.
ડિસ્પ્લે અને ડિઝાઇનમાં મોટો તફાવત
iPhone 18 Proમાં 6.3 ઇંચનું Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જ્યારે iPhone 18 Pro Maxમાં મોટું 6.9 ઇંચનું ડિસ્પ્લે મળે છે. બંને મોડલમાં 120Hz ProMotion, Always-On Display અને Dynamic Island જેવા ફીચર્સ છે. જોકે મોટા કદને કારણે બંનેના વજનમાં પણ તફાવત છે. iPhone 18 Proનું વજન 211 ગ્રામ, જ્યારે Pro Maxનું વજન 249 ગ્રામ છે. એટલે કે Pro Max લગભગ 38 ગ્રામ ભારે છે. જો તમને એક હાથથી ફોન ચલાવવો હોય અને હળવો ફોન પસંદ હોય તો Pro વધુ સારો વિકલ્પ બની શકે છે. બીજી તરફ, ફિલ્મો જોવા, ગેમિંગ કરવા કે ફોટો-વિડિયો એડિટિંગ માટે મોટી સ્ક્રીન પસંદ હોય તો Pro Max વધુ ઉપયોગી રહેશે.
કેમેરામાં કેટલો તફાવત?
કેમેરાની વાત કરીએ તો બંને મોડલ વચ્ચે મોટો તફાવત નથી. બંનેમાં 48MP Pro Fusion કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં 48MP Main, 48MP Ultra Wide અને 48MP Telephoto કેમેરાનો સમાવેશ થાય છે. Main કેમેરામાં અલગ-અલગ Aperture પસંદ કરવાની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત 4x અને 8x Optical-Quality Telephoto Zoom તથા 40x સુધી Digital Zoomનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે બંને ફોનમાં 18MP Center Stage ફ્રન્ટ કેમેરા મળે છે. વીડિયો રેકોર્ડિંગમાં પણ બંને મોડલ 4K Dolby Vision અને 120fps સુધીની રેકોર્ડિંગ ક્ષમતા આપે છે. એટલે માત્ર કેમેરા માટે Pro Max ખરીદવાની ખાસ જરૂર નથી.
બેટરીમાં Pro Max આગળ
બંને મોડલ વચ્ચે સૌથી મોટો તફાવત બેટરી લાઇફનો છે. Appleના જણાવ્યા પ્રમાણે iPhone 18 Proમાં 34 કલાક સુધીનો વીડિયો પ્લેબેક, જ્યારે iPhone 18 Pro Maxમાં 43 કલાક સુધીનો વીડિયો પ્લેબેક મળી શકે છે. એટલે Pro Maxમાં લગભગ 9 કલાક વધુ વીડિયો પ્લેબેકનો દાવો કરવામાં આવ્યો છે. જે લોકો લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરે છે અથવા વારંવાર ટ્રાવેલ કરે છે તેમના માટે Pro Max વધુ યોગ્ય બની શકે છે.
કિંમતમાં ₹15 હજારનો તફાવત
ભારતમાં Appleની વેબસાઇટ પર iPhone 18 Proની શરૂઆતની કિંમત ₹1,64,900 છે, જ્યારે iPhone 18 Pro Maxની શરૂઆતની કિંમત ₹1,79,900થી થાય છે. એટલે બંનેના બેઝ મોડલ વચ્ચે ₹15,000નો તફાવત છે. બંને મોડલ 256GB, 512GB, 1TB અને 2TB સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
તમારા માટે કયો iPhone બેસ્ટ?
જો તમારી પ્રાથમિકતા હળવો અને કોમ્પેક્ટ ફોન, શાનદાર કેમેરા, દમદાર પરફોર્મન્સ અને થોડી ઓછી કિંમત છે, તો iPhone 18 Pro વધુ યોગ્ય વિકલ્પ છે. જો તમને મોટી સ્ક્રીન, લાંબી બેટરી અને ગેમિંગ કે વીડિયો માટે મોટું ડિસ્પ્લે જોઈએ છે અને વધુ વજનથી વાંધો નથી, તો ₹15 હજાર વધુ ખર્ચીને iPhone 18 Pro Max ખરીદી શકાય. એટલે કે સામાન્ય ઉપયોગ અને પોર્ટેબિલિટી માટે iPhone 18 Pro, જ્યારે મોટી સ્ક્રીન અને લાંબી બેટરી માટે iPhone 18 Pro Max વધુ સારો વિકલ્પ છે.




