Vadodara: વડોદરાના કોફી આર્ટિસ્ટનું સપનું થયું સાકાર, ઉદય કોર્ડેના પુત્રએ રોહિત શર્માને ગિફ્ટ આપ્યું કોફી પેઈન્ટિંગ


Vadodara
Vadodara: વડોદરાના કોફી આર્ટિસ્ટનું સપનું થયું સાકાર, ઉદય કોર્ડેના પુત્રએ રોહિત શર્માને ગિફ્ટ આપ્યું કોફી પેઈન્ટિંગ


Vadodara
Vadodara: કળા અને ક્રિકેટનો અનોખો સંગમ જોવા મળ્યો છે. વડોદરાના ઈન્ટરનેશનલ કોફી આર્ટિસ્ટ ઉદય કોર્ડેએ પોતાની આગવી કલાના માધ્યમથી ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા (ROKO) માટે ખાસ કોફી પેઈન્ટિંગ્સ તૈયાર કર્યાં હતાં. હવે તેમનું એક સપનું સાકાર થયું છે. તેમના પુત્રએ ન્યૂઝીલેન્ડમાં રોહિત શર્માને મળીને તેમનું કોફી પેઈન્ટિંગ ભેટ આપ્યું હતું.
ઉદય કોર્ડેના જણાવ્યા અનુસાર, ભારતમાં ભારતીય ટીમની મેચ દરમિયાન તેમને પોતાના મનપસંદ ક્રિકેટરો વિરાટ કોહલી અને રોહિત શર્માનાં કોફી પેઈન્ટિંગ્સ તૈયાર કર્યાં હતાં. પરંતુ કેટલાક કારણોસર તેઓ આ બંને કલાકૃતિઓ સીધી પોતાના પ્રિય ક્રિકેટરોને ભેટ આપી શક્યા ન હતા.
રોહિત શર્માને કોફી પેઈન્ટિંગ ભેટ આપ્યું
ત્યારબાદ તેમના પુત્રને ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટ મેચ નિહાળવાની તક મળી હતી. આ દરમિયાન તે બંને પેઈન્ટિંગ્સ પોતાની સાથે લઈ ગયો હતો. ત્યાં તેને ભારતીય ક્રિકેટર રોહિત શર્માને મળવાનો અવસર મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેને રોહિત શર્માને તેમનું ખાસ તૈયાર કરેલું કોફી પેઈન્ટિંગ ભેટ આપ્યું હતું.
View post on Instagram
રોહિત શર્માએ પણ સ્મિત સાથે આ અનોખી ભેટ સ્વીકારી હતી અને પેઈન્ટિંગ પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો. પરંતુ પેઈન્ટિંગ કાચની ફ્રેમમાં હોવાથી પ્રવાસ દરમિયાન પોતાની સાથે લઈ જવું શક્ય નહીં બને તેમ તેને જણાવ્યું હતું.
આગામી પ્રયાસ વિરાટ કોહલીને પેઈન્ટિંગ ગિફ્ટ કરવાનો છે
હવે ઉદય કોર્ડેના પુત્રનો આગામી પ્રયાસ વિરાટ કોહલીને તેમનું કોફી પેઈન્ટિંગ ભેટ આપવાનો રહેશે. જો આ પ્રયાસ સફળ થશે તો કલાકાર માટે તે વધુ એક યાદગાર ક્ષણ બની રહેશે.
ઉદય કોર્ડે માટે પોતાની કલાકૃતિઓ દેશના બે લોકપ્રિય ક્રિકેટરો સુધી પહોંચાડવી ગૌરવની વાત છે. કોફીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી આ અનોખી કલાકૃતિઓએ તેમની સર્જનાત્મકતાને ક્રિકેટના મેદાનથી આગળ એક નવી ઓળખ અપાવી છે.
આ પણ વાંચો: Yuvraj Singh Biopic: યુવરાજ સિંહની બાયોપિકની તૈયારી શરૂ, આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ





