Get News Alerts

Never miss breaking news updates.

Ind Vs SL W Asian Games 2026: એશિયન ગેમ્સમાં ભારતીય વિમેન્સ ટીમે શ્રીલંકાને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

Ind Vs SL W Asian Games 2026: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં શ્રીલંકાને શાનદાર રીતે હરાવ્યું.
Nancy ShuklaUpdated on: 22 Sep 2026 01:25 PM IST
Ind Vs SL W Asian Games 2026: એશિયન ગેમ્સમાં ભારતીય વિમેન્સ ટીમે શ્રીલંકાને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલInd Vs SL W Asian Games 2026: એશિયન ગેમ્સમાં ભારતીય વિમેન્સ ટીમે શ્રીલંકાને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

Ind Vs SL W Asian Games 2026

Ind Vs SL W Asian Games 2026: ભારતની વિમેન્સ ક્રિકેટ ટીમે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. હરમનપ્રીત કૌર અને તેની ટીમે ફાઈનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવ્યું. શેફાલી વર્મા (48 રન), સ્મૃતિ મંધાના (79 રન) અને રિચા ઘોષ (49 રન) ની શાનદાર ઈનિંગની મદદથી ભારતે ફાઈનલમાં 216 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.

217 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને ઈમેશા દુલાનીએ ઈનિંગની શરૂઆત કરી, પ્રથમ વિકેટ માટે ફક્ત 18 રન જ બનાવી શક્યા. બેટિંગમાં શાનદાર પ્રદર્શન બાદ શેફાલી વર્માએ બોલથી ધૂમ મચાવી દીધી, પાવરપ્લેમાં 2 વિકેટ લીધી, દુલાનીને 3 રન અને હસિની પરેરા 0 રને આઉટ કરી.

પાવરપ્લે પછીના જ ઓવરમાં, દીપ્તિ શર્માએ શ્રીલંકા માટે સૌથી મોટી વિકેટ લીધી, જેમાં ચમારી અટાપટ્ટુને આઉટ કરી. ચમારી અટાપટ્ટુએ 21 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા. બીજી જ ઓવરમાં શ્રેયંકા પાટિલે હર્ષિતા માધવી (0) ને આઉટ કરી. શ્રીલંકાની પાંચમી વિકેટ 49 રનના સ્કોર પર હંસિમા કરુણારત્ને (1) ના રૂપમાં પડી ગઈ. શ્રીલંકાએ 49 રને કવિશા દિલહારી (11) ના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી.

સ્મૃતિ મંધાનાની ઐતિહાસિક ઈનિંગ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, ટીમ ઈન્ડિયાએ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડી સાથે શાનદાર શરૂઆત કરી. તેમને પ્રથમ વિકેટ માટે 99 રન બનાવ્યા, પરંતુ શેફાલી તેની અડધી સદીથી માત્ર 2 રન દૂર રહી. તેણે 29 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા.

સ્મૃતિ મંધાનાએ પોતાની અડધી સદી પૂર્ણ કરી, સદીની નજીક પહોંચી, પરંતુ તે 79 રન પર આઉટ થઈ. સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 79 રન બનાવ્યા, જેમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. તેણે 11,000 ઈન્ટરનેશનલ રન પૂરા કર્યા, અને આ સિદ્ધિ સુધી પહોંચનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની. કેપ્ટન હરમનપ્રીત કૌરે 17 બોલમાં 19 રન બનાવ્યા.

રિચાની ધમાકેદાર ઈનિંગથી ભારતનો સ્કોર 200નો પાર થયો

જ્યારે સ્મૃતિ મંધાના આઉટ થઈ ત્યારે ભારતનો સ્કોર 16.5 ઓવરમાં 163 રન હતો. એવું લાગતું હતું કે ભારત 200 રન સુધી પહોંચશે નહીં, પરંતુ રિચા ઘોષની ધમાકેદાર ઈનિંગે ભારતને 216 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું. છેલ્લી ઓવરમાં જ 25 રન આવ્યા, જેમાં રિચાએ 2 છગ્ગા ફટકાર્યા. રિચાએ 22 બોલમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 49 રન બનાવી અણનમ રહી.

આ પણ વાંચો: Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ મેચમાં લૌરા વોલ્વાર્ડનો રેકોર્ડ તોડ્યો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.