Get News Alerts

Never miss breaking news updates.

India Vs Pakistanએ સાથે મળીને રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં પહેલીવાર હાંસલ કરી આ સિદ્ધિ

India Vs Pakistan: એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20I મેચમાં બંને ટીમો વચ્ચે કંઈક અજોડ જોવા મળ્યું. પહેલી વાર બંને ટીમે મળીને 400થી વધુ રન બનાવ્યા.
Nancy ShuklaUpdated on: 03 Oct 2026 03:00 PM IST
India Vs Pakistanએ સાથે મળીને રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં પહેલીવાર હાંસલ કરી આ સિદ્ધિIndia Vs Pakistanએ સાથે મળીને રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં પહેલીવાર હાંસલ કરી આ સિદ્ધિ

India Vs Pakistan

India Vs Pakistan: એશિયન ગેમ્સ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ગોલ્ડ મેડલ મેચ ઈતિહાસના પાનામાં કોતરાઈ ગઈ છે. પાકિસ્તાન ભલે 19 રનથી હારી ગયું હોય, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે ટીમે છેલ્લી ઓવર સુધી અવિરત લડત આપી અને હિંમત ન હારી.

જીત બાદ ટીમ ઈન્ડિયાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે પાકિસ્તાને સિલ્વર મેડલ મેળવ્યો. આ દરમિયાન પહેલી વાર ભારત અને પાકિસ્તાને T20 ઈન્ટરનેશનલ મેચમાં 400 થી વધુ રન બનાવ્યા છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. બંને ટીમોએ 2012નો રેકોર્ડ તોડ્યો છે.

ગોલ્ડ મેડલ મેચમાં ભારતે પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું

એશિયન ગેમ્સ 2026 ના મેન્સ ક્રિકેટ ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન સામસામે હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, અને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 211 રન બનાવ્યા. પાકિસ્તાનને જીતવા માટે 212 રનની જરૂર હતી, પરંતુ તે 20 ઓવરમાં 6 વિકેટે 192 રન જ બનાવી શક્યું, જેના કારણે ભારત 19 રનથી મેચ જીતી શક્યું.

ભારત અને પાકિસ્તાને પહેલી વાર T20I મેચમાં 400 થી વધુ રન બનાવ્યા

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે ભારત અને પાકિસ્તાને આ ફોર્મેટમાં 400 રન બનાવ્યા છે. આ પહેલા બંને ટીમનો સૌથી વધુ સ્કોર 373 હતો, જે 2012 માં અમદાવાદમાં રમાઈ હતી. હવે બંને ટીમો 403 રન બનાવવામાં સફળ રહી છે, જે બંને ટીમ માટે મોટો રેકોર્ડ છે.

અભિષેક શર્મા, તિલક વર્મા અને શિવમ દુબેની શાનદાર ઈનિંગ

ભારત માટે 3 શાનદાર ઈનિંગ હતી. પહેલા અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરી અને ત્યારબાદ તિલક વર્મા અને શિવમ દુબેએ પણ અદ્ભુત ઈનિંગ રમી. અભિષેકે 28 બોલમાં 61 રન બનાવ્યા. જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. તિલક વર્માની શરૂઆત ધીમી હતી પરંતુ બાદમાં તેને ઝડપથી રન બનાવ્યા. તેને 22 બોલમાં 51 રન બનાવ્યા. તેને 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. શિવમ દુબેએ માત્ર 15 બોલમાં 27 રન બનાવ્યા. તેને 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. પાકિસ્તાન માટે ફક્ત હસન નવાઝ જ સારી ઈનિંગ રમી શક્યો. તેને 51 બોલમાં 96 રન બનાવ્યા. જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા.

આ પણ વાંચો: Team Indiaએ પાકિસ્તાનને ક્રિકેટમાં હારની ધૂળ ચટાડીને એશિયન ગેમ્સ 2026માં જીત્યો ગોલ્ડ મેડલ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.