Get News Alerts

Never miss breaking news updates.

Team Indiaએ પાકિસ્તાનને ક્રિકેટમાં હારની ધૂળ ચટાડીને એશિયન ગેમ્સ 2026માં જીત્યો ગોલ્ડ મેડલ

Team India: એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ મેચની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે પાકિસ્તાનને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.
Nancy ShuklaUpdated on: 03 Oct 2026 01:32 PM IST
Team Indiaએ પાકિસ્તાનને ક્રિકેટમાં હારની ધૂળ ચટાડીને એશિયન ગેમ્સ 2026માં જીત્યો ગોલ્ડ મેડલTeam Indiaએ પાકિસ્તાનને ક્રિકેટમાં હારની ધૂળ ચટાડીને એશિયન ગેમ્સ 2026માં જીત્યો ગોલ્ડ મેડલ

Team India

Team India: એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ મેચની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે પાકિસ્તાનને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું. પાકિસ્તાનના હસન નવાઝે થોડા સમય માટે ભારતીય ફેન્સની ચિંતા વધારી દીધી હતી, પરંતુ તે 96 રન બનાવીને આઉટ થયો. આ એશિયન ગેમ્સમાં ભારતનો 19મો ગોલ્ડ મેડલ છે.

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવીને એશિયન ગેમ્સના મેન્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા ભારતીય વિમેન્સ ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતે મેન્સ અને વિમેન્સ બંને ક્રિકેટમાં અદ્ભુત પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ભારતે ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું હતું. હાર બાદ પાકિસ્તાનને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

પાકિસ્તાની ટીમ ફક્ત 192 રન જ બનાવી શકી

આ પછી જ્યારે પાકિસ્તાને બેટિંગ શરૂ કરી, ત્યારે ટીમ ક્યારેય મેચ જીતતી હોય તેવું લાગતું ન હતું. કેપ્ટન શાહીબાઝાદા ફરહાન 11 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ ઉસ્માન ખાન પણ માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. મુઆઝ સદકતે ચોક્કસપણે સારી બેટિંગ કરી, પરંતુ તે પણ તેને મોટી ઈનિંગમાં રૂપાંતરિત કરવામાં અસમર્થ રહ્યો. તેને 18 બોલમાં 23 રન બનાવ્યા. એક પછી 3 ત્રણ વિકેટ ઝડપી ગુમાવ્યા બાદ, પાકિસ્તાની ટીમ દબાણમાં દેખાતી હતી. ત્યારબાદ હસન નવાઝ અને સૈમ અયુબે સારી પાર્ટનરશીપ કરી, પરંતુ રન ઝડપથી ન આવ્યા, અને ટીમ મેચમાં પાછળ પડી ગઈ. ભારતીય બોલર્સે પોતાની પકડ જાળવી રાખી અને જીત મેળવવામાં સફળ રહ્યા. પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં ફક્ત 192 રન જ બનાવી શકી, અને ભારતે મેચ 19 રનથી જીતી લીધી.

આવી રહી પ્રથમ ઈનિંગની સ્થિતિ

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 211 રન બનાવ્યા હતા, અને પાકિસ્તાનને જીત માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને પાકિસ્તાનને શરૂઆતથી જ બેકફૂટ પર લાવી દીધું હતું. અભિષેક શર્માએ 28 બોલમાં 61 રન બનાવ્યા. આ સિવાય તિલક વર્માએ પણ ધમાકેદાર અડધી સદી ફટકારી. તિલક વર્માએ 22 બોલમાં 51 રનની અણનમ ઈનિંગ રમી.

આ સિવાય શિવમ દુબેએ 15 બોલમાં 27 રનની ધમાકેદાર ઈનિંગ રમી, વૈભવ સૂર્યવંશીએ 9 બોલમાં 15 રન બનાવ્યા. આ સિવાય સંજુ સેમસને 2 રન, શ્રેયસ ઐયરે 21 રન, અને ઈશાન કિશને 20 રન બનાવ્યા. અક્ષર પટેલ 1 બોલમાં 1 રન બનાવીને અણનમ રહ્યો. જ્યારે પાકિસ્તાન તરફથી અહેમદ દાનિયાલ અને અરાફત મિન્હાસે 2-2 વિકેટ લીધી. આ સિવાય પાકિસ્તાન તરફથી સૈમ અયુબ અને અબરાર અહેમદે 1-1 વિકેટ લીધી.

ભારતે તેનો 19મો ગોલ્ડ મેડલ જીત્યો

આ પહેલા ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે મેન્સ ટીમે પણ પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ પ્રદર્શન કર્યું છે. ભારતે ફરી એકવાર ક્રિકેટના બંને મેન્સ અને વિમેન્સ ગોલ્ડ મેડલ જીત્યા છે.

આ પણ વાંચો: Abhishek Sharmaએ ક્રિસ ગેઈલને છોડ્યો પાછળ, સૌથી ઝડપી 100 સિક્સ ફટકારવાનો બનાવ્યો રેકોર્ડ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.