Abhishek Sharmaએ ક્રિસ ગેઈલને છોડ્યો પાછળ, સૌથી ઝડપી 100 સિક્સ ફટકારવાનો બનાવ્યો રેકોર્ડ


Abhishek Sharma
Abhishek Sharmaએ ક્રિસ ગેઈલને છોડ્યો પાછળ, સૌથી ઝડપી 100 સિક્સ ફટકારવાનો બનાવ્યો રેકોર્ડ


Abhishek Sharma
Abhishek Sharma: અભિષેક શર્માએ એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં ઈતિહાસ રચ્યો હતો. તેને પાકિસ્તાન સામે 28 બોલમાં 61 રન ફટકાર્યા. આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેણે 2026માં 100 છગ્ગા પૂર્ણ કર્યા હતા. હવે અભિષેક T20 ક્રિકેટમાં 1 વર્ષમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડીનો રેકોર્ડ ધરાવે છે. તેને 651 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
પાકિસ્તાન સામેની ફાઈનલમાં અભિષેકે 7 છગ્ગા ફટકાર્યા. આ સાથે અભિષેકે આ વર્ષે અત્યાર સુધીમાં 104 છગ્ગા ફટકાર્યા છે, જેનાથી તે સદીના આંકડા સુધી પહોંચનાર બીજા બેટ્સમેન બન્યો છે. આ વર્ષે ફક્ત ફિન એલને 100 થી વધુ છગ્ગા ફટકાર્યા છે.
T20 માં સૌથી ઝડપી 100 છગ્ગા (એક વર્ષમાં)
T20 ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ આન્દ્રે રસેલના નામે છે, તેને 2019 માં માત્ર 589 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. અભિષેક શર્મા હવે લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગયો છે, તેને 651 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
સાઉથ આફ્રિકાનો ડેવાલ્ડ બ્રેવિસ ત્રીજા નંબરે છે, જેને ગયા વર્ષે 653 બોલમાં છગ્ગાની સદી ફટકારી હતી. ક્રિસ ગેઈલ ચોથા નંબરે છે, જેણે 2016માં 724 બોલમાં 100 છગ્ગા ફટકાર્યા હતા.
589 બોલ - આન્દ્રે રસેલ
651 બોલ - અભિષેક શર્મા
653 બોલ - ડેવાલ્ડ બ્રેવિસ
724 બોલ - ક્રિસ ગેઈલ
અભિષેક શર્મા 400 છગ્ગાની નજીક પહોંચ્યો
અત્યાર સુધી રોહિત શર્મા, વિરાટ કોહલી , સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટ ઈતિહાસમાં ફક્ત 4 ભારતીય બેટ્સમેન છે જેમને 400 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે. અભિષેક શર્મા આ સિદ્ધિ મેળવવાથી માત્ર 2 હિટ દૂર છે. તેને તેની 211 મેચની T20 કરિયરમાં 398 છગ્ગા ફટકાર્યા છે.
એશિયન ગેમ્સની ફાઈનલની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા આવી હતી. વૈભવ સૂર્યવંશી 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ત્યારબાદ અભિષેક શર્માએ 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને ધૂમ મચાવી દીધી હતી. તેને 28 બોલમાં 61 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: Ind Vs Pak: 15 છગ્ગા, 13 ચોગ્ગા, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો સૌથી વધુ T20 સ્કોર, અભિષેક અને તિલકે મચાવી ધૂમ




