Get News Alerts

Never miss breaking news updates.

Ind Vs Pak: 15 છગ્ગા, 13 ચોગ્ગા, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો સૌથી વધુ T20 સ્કોર, અભિષેક અને તિલકે મચાવી ધૂમ

Ind Vs Pak: એશિયન ગેમ્સની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 211 રન બનાવ્યા. ભારત તરફથી અભિષેક શર્મા અને તિલક વર્માએ અડધી સદી ફટકારી.
Nancy ShuklaUpdated on: 03 Oct 2026 12:04 PM IST
Ind Vs Pak: 15 છગ્ગા, 13 ચોગ્ગા, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો સૌથી વધુ T20 સ્કોર, અભિષેક અને તિલકે મચાવી ધૂમInd Vs Pak: 15 છગ્ગા, 13 ચોગ્ગા, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો સૌથી વધુ T20 સ્કોર, અભિષેક અને તિલકે મચાવી ધૂમ

Ind Vs Pak

Ind Vs Pak: એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 211 રન બનાવ્યા હતા. શિવમ દુબે અને તિલક વર્માએ છેલ્લી 3 ઓવરમાં 57 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાન સામે આ ભારતનો સૌથી વધુ સ્કોર છે.

અભિષેક શર્માએ ઈનિંગની શરૂઆતથી જ ઈનિંગમાં ધૂમ મચાવી હતી. તેને પોતાની ઈનિંગમાં 61 રન બનાવ્યા હતા, જેમાં 7 છગ્ગાનો સમાવેશ થતો હતો.

વૈભવ સૂર્યવંશી 9 બોલમાં 15 રન બનાવીને વહેલા આઉટ થઈ ગયો, પરંતુ અભિષેક શર્માએ ધૂમ મચાવી અને 2026 માં 100 છગ્ગા પણ ફટકાર્યા. શ્રેયસ ઐયર અને ઈશાન કિશનએ વચ્ચેની ઓવરોમાં થોડા સમય માટે ઈનિંગને સ્થિર કરી, પરંતુ શિવમ દુબે અને તિલક વર્માએ પણ અંતમાં ધૂમ મચાવી.

પાકિસ્તાન સામેનો સૌથી મોટો સ્કોર

ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સની ફાઈનલમાં પાકિસ્તાન સામે 211 રન બનાવ્યા હતા. આ પહેલા T20 ઈન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાન સામે ભારતનો સૌથી વધુ સ્કોર 192 હતો. પાકિસ્તાન માટે 212 રનના ટાર્ગેટનો પીછો કરવો મુશ્કેલ બનશે. ભારત સામે પાકિસ્તાનનો સૌથી વધુ સફળ T20I રન પીછો 182 રન છે, જે તેમને 2022 એશિયા કપમાં હાંસલ કર્યો હતો.

અભિષેક-દુબે-તિલકે મચાવી ધૂમ

ભારતીય ઈનિંગમાં સૌથી પહેલા અભિષેક શર્માએ ધૂમ મચાવી હતી. તેને 28 બોલમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 61 રન બનાવ્યા. ડેથ ઓવર્સમાં ફિનિશરની ભૂમિકા ભજવતા શિવમ દુબેએ 15 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 27 રન બનાવ્યા. તિલક વર્માએ ભારતીય ઈનિંગનો અંત શાનદાર રીતે કર્યો, 22 બોલમાં 51 રન બનાવીને અણનમ રહ્યો.

15 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા

ભારતીય ઈનિંગમાં શરૂઆતથી અંત સુધી 15 છગ્ગા અને 13 ચોગ્ગા બેટ્સમેને ફટકાર્યા. ભારતીય બેટ્સમેને છેલ્લી 3 ઓવરમાં ભારે ધૂમ મચાવી હતી, છેલ્લી 3 ઓવરમાં 57 રન બનાવ્યા હતા. 17મી ઓવર સુધીમાં ભારતનો સ્કોર 154 હતો, અને 200 રન સુધી પહોંચવું પણ દૂરની શક્યતા લાગતી હતી. પરંતુ તિલક વર્મા અને શિવમ દુબેએ પાકિસ્તાની બોલર્સને હેરાન કર્યા, જેના કારણે સ્કોર 211 સુધી પહોંચી ગયો.

આ પણ વાંચો: India Vs Pakistan: 384 દિવસથી સતત પાકિસ્તાનની બેઈજ્જતી, પાકિસ્તાની કેપ્ટન સાથે શ્રેયસ ઐયરે ન કર્યો હેન્ડશેક

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.