Aryavir Sehwag: આર્યવીર સહેવાગે રચ્યો ઈતિહાસ, 361 રન સાથે અંડર-19 એશિયા કપમાં બન્યો નંબર-1 બેટર

Aryavir Sehwag: આર્યવીર સહેવાગે અંડર-19 એશિયા કપ 2026માં 5 મેચમાં 361 રન બનાવી પાકિસ્તાનના ઉસ્માન ખાનને પાછળ છોડીને ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર બન્યો.
Nancy Shukal
Nancy Shukal
Aryavir Sehwag: આર્યવીર સહેવાગે હાંસલ કરી આ સિદ્ધિAryavir Sehwag: આર્યવીર સહેવાગે હાંસલ કરી આ સિદ્ધિ

Aryavir Sehwag: આર્યવીર સહેવાગે હાંસલ કરી આ સિદ્ધિ

Aryavir Sehwag: ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગનો પુત્ર આર્યવીર સહેવાગ અંડર-19 એશિયા કપ 2026માં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. ટૂર્નામેન્ટમાં આર્યવીરે બેટથી જબરદસ્ત પ્રદર્શન કરીને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. તેને પાકિસ્તાનના બેટ્સમેન ઉસ્માન ખાનને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાન સામે રમાયેલી ફાઈનલમાં પણ આર્યવીરે અડધી સદી ફટકારી હતી.

પાકિસ્તાન સામે ફાઈનલમાં ફટકારી અડધી સદી

અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. આ મેચમાં આર્યવીર સહેવાગે 61 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં 9 ચોગ્ગાનો સમાવેશ થયો હતો. પરંતુ તે એકપણ છગ્ગો ફટકારી શક્યો ન હતો. તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી, પરંતુ તેને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

361 રન સાથે ટૂર્નામેન્ટનો નંબર-1 બેટ્સમેન

આર્યવીર સહેવાગે અંડર-19 એશિયા કપ 2026માં કુલ 5 મેચ રમીને 361 રન બનાવ્યા હતા. આ સાથે તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. તેને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. તેના બેટમાંથી કુલ 38 ચોગ્ગા અને 16 છગ્ગા આવ્યા હતા.

બીજી તરફ પાકિસ્તાનના ઉસ્માન ખાને 5 મેચમાં 345 રન બનાવ્યા હતા. તેને 2 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. ઉસ્માને ટૂર્નામેન્ટમાં 42 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા. ભારત સામેની ફાઈનલમાં પણ તેને 111 બોલમાં 107 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

ભવિષ્યમાં ટીમ ઈન્ડિયામાં મળી શકે છે તક

આર્યવીર સહેવાગની ઉંમર માત્ર 19 વર્ષ છે અને આટલી નાની ઉંમરે તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. તેના પ્રદર્શનને જોતા ભવિષ્યમાં ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવવાની આશા વધી છે. હવે ક્રિકેટ ફેન્સની નજર તેના આગામી પ્રદર્શન પર રહેશે. પિતા વીરેન્દ્ર સહેવાગની જેમ આર્યવીર પણ ભારતીય ક્રિકેટમાં મોટું નામ બનાવશે કે નહીં તે જોવાનું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi: 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ