All India Police Badminton Cluster: અમદાવાદમાં ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમની, CRPF બની ઓવરઓલ ચેમ્પિયન


All India Police Badminton Cluster: અમદાવાદમાં પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ-સેરેમની
All India Police Badminton Cluster: અમદાવાદમાં ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમની, CRPF બની ઓવરઓલ ચેમ્પિયન


All India Police Badminton Cluster: અમદાવાદમાં પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ-સેરેમની
All India Police Badminton Cluster: અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા તૃતીય ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી.
આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશભરના પોલીસકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્યમંત્રીના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી અને ખેલાડીઓને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન માટે પણ તૈયાર
આ સ્પર્ધામાં 24 રાજ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશો અને 10 કેન્દ્રીય પોલીસ સંગઠનોની કુલ 38 ટીમોના 1,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ સ્પર્ધાઓમાં 251થી વધુ મહિલા પોલીસકર્મીઓએ પણ પોતાની રમત પ્રતિભા દર્શાવી હતી.

સેરેમનીમે સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શરૂ થયેલા ખેલ મહાકુંભથી રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિ વિકસી છે. ફિટ ઈન્ડિયા અભિયાન દેશના નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવતું જનઆંદોલન બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન માટે પણ તૈયાર છે.
ગુજરાત પોલીસના અધિકારીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું
મુખ્યમંત્રીએ પોલીસ અને રમતગમત વચ્ચેના સંબંધને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે રમતગમતથી શારીરિક ક્ષમતાની સાથે માનસિક મજબૂતી, આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટનો વિકાસ થાય છે. તેમણે નશામુક્ત ભારતના નિર્માણમાં પોલીસકર્મીઓની ભૂમિકાને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી.

સ્પર્ધાના પરિણામોમાં બેડમિન્ટન વિભાગમાં CRPF ઓવરઓલ ચેમ્પિયન અને મિઝોરમ પોલીસ રનર-અપ રહી હતી. જ્યારે પુરુષોના ટેબલ ટેનિસમાં મણિપુર પોલીસ ચેમ્પિયન અને ઉત્તર પ્રદેશ પોલીસ રનર-અપ બની હતી. મહિલા ટેબલ ટેનિસમાં ઉત્તર પ્રદેશ પોલીસ ચેમ્પિયન અને મણિપુર પોલીસ રનર-અપ રહી હતી.
ગુજરાત પોલીસના અધિકારીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. DGP જી.એસ. મલિક અને સ્વરૂપા રાનીએ મિક્સ ડબલ્સ 55+ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે DYSP કે. મિની જોસેફ અને જીતેન્દ્ર યાદવે મિક્સ ડબલ્સ 50+માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આ પણ વાંચો: Priyansh Arya: પ્રિયાંશ આર્યએ રચ્યો ઈતિહાસ, 68 બોલમાં ફટકાર્યા 181 રન




