Third All India Police Badminton Cluster : અમદાવાદમાં 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરનો રોમાંચ, પ્રથમ દિવસે 136 મેચો પૂર્ણ


Third All India Police Badminton Cluster ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન
Third All India Police Badminton Cluster : અમદાવાદમાં 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરનો રોમાંચ, પ્રથમ દિવસે 136 મેચો પૂર્ણ


Third All India Police Badminton Cluster ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન
Third All India Police Badminton Cluster : રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોની પોલીસ ટીમો તેમજ CRPF, BSF, CISF, ITBP, SSB, આસામ રાઇફલ્સ, NSG અને NDRF સહિતના કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
ટુર્નામેન્ટના પ્રથમ દિવસે બેડમિન્ટન અને ટેબલ ટેનિસની સ્પર્ધાઓમાં કુલ 136 મેચો યોજાઈ હતી. ખેલાડીઓએ મેદાન પર ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય, શિસ્ત અને ટીમ ભાવનાનું પ્રદર્શન કર્યું હતું.
પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરમાં દેશભરના ખેલાડીઓનો ઉત્સાહ
બેડમિન્ટનની પુરુષ અને મહિલા ટીમ ચેમ્પિયનશિપમાં કુલ 98 ગ્રુપ મેચો રમાઈ હતી. જેમાં પુરુષોની 68 અને મહિલાઓની 30 મેચોનો સમાવેશ થાય છે. પુરુષ ટીમ સ્પર્ધામાં CISF, મિઝોરમ, દિલ્હી, કેરળ અને ઉત્તરાખંડની ટીમોએ ચાર-ચાર જીત મેળવી અપરાજિત શરૂઆત કરી હતી. જ્યારે મહિલા ટીમ સ્પર્ધામાં ગુજરાત અને મણિપુરની ટીમોએ ત્રણ-ત્રણ જીત મેળવી પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. ટેબલ ટેનિસની પુરુષ અને મહિલા ટીમ સ્પર્ધામાં કુલ 38 મેચો રમાઈ હતી.
પુરુષ ટીમ સ્પર્ધામાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ કેરળ અને મહારાષ્ટ્ર સામે 3-2થી રોમાંચક જીત નોંધાવી હતી. CRPFએ તમિલનાડુ અને પંજાબ સામે 3-0થી વિજય મેળવી પોતાનો દબદબો દર્શાવ્યો હતો. મહિલા ટીમ સ્પર્ધામાં મિઝોરમ અને BSFની ટીમોએ પોતાની તમામ મેચોમાં જીત મેળવી શાનદાર શરૂઆત કરી હતી.
પોલીસ ખેલાડીઓની પ્રતિભા અને શિસ્તનો મહાસંગ્રામ
સ્પર્ધાના બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરના રોજ ટેબલ ટેનિસની ટીમ સ્પર્ધાઓ નોકઆઉટ તબક્કામાં પ્રવેશી રહી છે. પુરુષોની ટીમ સ્પર્ધામાં રાઉન્ડ-3, ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા યોજાશે. જ્યારે મહિલા ટીમ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ મેચો રમાશે. ટીમ ઇવેન્ટમાં પુરુષોની 17 અને મહિલાઓની 7 સહિત કુલ 24 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ટેબલ ટેનિસની વ્યક્તિગત સ્પર્ધાઓનો પણ પ્રારંભ થશે. મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને વુમન્સ ડબલ્સ સહિત વિવિધ વયજૂથ અને કેટેગરીમાં કુલ આઠ ઇવેન્ટ્સમાં 151 મેચો યોજાશે. આમ, આજે ટીમ અને વ્યક્તિગત સ્પર્ધાઓ મળીને કુલ 175 મુકાબલા રમાશે. આ રાષ્ટ્રીય રમતોત્સવ પોલીસ અને સુરક્ષા દળોના જવાનોને રમત પ્રતિભા નિખારવા, શારીરિક ક્ષમતા વધારવા અને ટીમ ભાવના, શિસ્ત તથા પરસ્પર સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે.




