Mohammed Shami: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા મોહમ્મદ શમી, રમતગમતના વિકાસ અંગે થઈ ચર્ચા

Mohammed Shami: મોહમ્મદ શમીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી. રમતગમતના વિકાસ અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થઈ.
Nancy Shukal
Nancy Shukal
Mohammed Shami: મોહમ્મદ શમી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળ્યાMohammed Shami: મોહમ્મદ શમી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા

Mohammed Shami: મોહમ્મદ શમી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા

Mohammed Shami: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના વિકાસ, યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને રમતોમાં લઘુમતી સમાજના યુવાનોની ભાગીદારી વધારવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

મુલાકાત દરમિયાન રમતગમતની પ્રતિભાઓને વધુ સારી તકો પૂરી પાડવા, યુવાનોને સશક્ત બનાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય અંગે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. રમતગમતના માધ્યમથી યુવાનોને આગળ વધારવા અને પોતાની પ્રતિભા દર્શાવવા માટે પ્રોત્સાહિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે મોહમ્મદ શમી

લાંબા સમયથી ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળ્યા બાદ મોહમ્મદ શમીએ 6 નવેમ્બરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેને છેલ્લે જૂન 2023માં આ ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે માર્ચ 2025માં તેને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વખત મર્યાદિત ઓવરના ક્રિકેટમાં મેચ રમી હતી.

મોહમ્મદ શમીએ નવેમ્બર 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેને પોતાના ટેસ્ટ કરિયરમાં 64 મેચ રમીને 27.71ની એવરેજથી 229 વિકેટ ઝડપી હતી. બેટિંગમાં તેને 750 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 108 વનડેમાં 206 વિકેટ અને 25 T20 મેચમાં 27 વિકેટ ઝડપી હતી.

IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે

IPLમાં મોહમ્મદ શમી હવે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) છોડીને રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમશે. લખનૌની ટીમે તેને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ હવે તે 8 કરોડ રૂપિયાની સુધારેલી કિંમત પર રાજસ્થાનની ટીમ સાથે જોડાશે. મોહમ્મદ શમીએ અત્યાર સુધી IPLમાં 132 મેચ રમી છે અને 145 વિકેટ ઝડપી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પણ ભાજપમાં જોડાયો હતો. ભાજપે દિગ્ગજ સ્પિનરને પાર્ટીના રાષ્ટ્રીય ઓબીસી મોરચાની નવી કાર્યકારિણીમાં સ્પેશિયલ ઈનવાઈટી તરીકે સ્થાન આપ્યું છે.

આ પણ વાંચો: IND Vs NZ: ધ્રુવ જુરેલે 88 રન ફટકારી ભારતની લાજ બચાવી, બુમરાહને મળી વિકેટ