Aaryavir Sehwag: "પપ્પા, હું તો બસ સીતારામનો જાપ કરતો રહ્યો", આર્યવીરે વીડિયો કોલ પર સહેવાગને સંભળાવી છેલ્લી ઓવરની રોમાંચક વાત


Aaryavir Sehwag: આર્યવીરે સહેવાગને સંભળાવી છેલ્લી ઓવરની રોમાંચક વાત
Aaryavir Sehwag: "પપ્પા, હું તો બસ સીતારામનો જાપ કરતો રહ્યો", આર્યવીરે વીડિયો કોલ પર સહેવાગને સંભળાવી છેલ્લી ઓવરની રોમાંચક વાત


Aaryavir Sehwag: આર્યવીરે સહેવાગને સંભળાવી છેલ્લી ઓવરની રોમાંચક વાત
Aaryaveer Sehwag: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગે અંડર-19 એશિયા કપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સમગ્ર ટુર્નામેન્ટમાં 1 સદી અને 3 અડધી સદી સાથે કુલ 361 રન બનાવનાર આર્યવીરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો. પાકિસ્તાન સામે રમાયેલી રોમાંચક ફાઈનલમાં પણ તેને 61 બોલમાં 58 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેને કેપ્ટન લક્ષ્ય રાયચંદાની સાથે મળીને ભારતીય ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.
છેલ્લી ઓવરમાં ડ્રેસિંગ રૂમમાં હતો રોમાંચક માહોલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલ મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક બની રહી હતી. શરૂઆતના બેટ્સમેનના સારા પ્રદર્શન બાદ ભારતીય ઈનિંગ મિડલ ઓવર્સમાં લથડી હતી. મૈનાલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ શાનદાર બેટિંગ કરીને મેચને અંતિમ ઓવર સુધી પહોંચાડી હતી. છેલ્લી ઓવરના અંતિમ બોલ પર મોહિત ઉલ્વાએ ચોગ્ગો ફટકારીને ભારતને યાદગાર જીત અપાવી હતી.
મેચ પૂર્ણ થયા બાદ આર્યવીરે પોતાના પિતા વીરેન્દ્ર સહેવાગને વીડિયો કોલ કર્યો હતો. આ વાતચીતમાં તેને મેદાન અને ડ્રેસિંગ રૂમમાં છેલ્લી ઓવર દરમિયાન કેવો માહોલ હતો તેની રસપ્રદ વાતો જણાવી હતી.
એક કલાક સુધી બેસીને કરતો રહ્યો સીતારામનો જાપ
વીડિયો કોલ દરમિયાન આર્યવીરે જણાવ્યું કે મેચની છેલ્લી ક્ષણોમાં તેની ધડકનો વધી ગઈ હતી. તેને કહ્યું કે તે લગભગ એક કલાકથી એક જ જગ્યાએ બેસીને સતત 'સીતારામ-સીતારામ'નો જાપ કરી રહ્યો હતો અને ભગવાનને ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યો હતો.
View post on Instagram
આર્યવીરે વધુમાં જણાવ્યું કે છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 8 રનની જરૂર હતી. અંતિમ બોલ પર જીત માટે ત્રણ રન જોઈતા હતા. તે મનમાં પ્રાર્થના કરી રહ્યો હતો કે કોઈપણ રીતે એક ચોગ્ગો આવી જાય. મોહિત ઉલ્વાએ ચોગ્ગો ફટકારતાં જ મેદાનમાં હાજર તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
આર્યવીરે બીજી એક રસપ્રદ વાત પણ જણાવી હતી. મેચ દરમિયાન તેને ઈજા થતાં ફિઝિયો તેની તપાસ કરવા આવ્યા હતા. ત્યારે સ્ટેડિયમમાં હાજર લગભગ 2,000 પાકિસ્તાની ફેન્સ 'સહેવાગ-સહેવાગ'ના નારા લગાવવા લાગ્યા હતા. આ અનુભવથી આર્યવીર ખૂબ ખુશ થયો હતો.
પુત્ર માટે વીરેન્દ્ર સહેવાગે લખ્યો ઈમોશનલ મેસેજ
વીરેન્દ્ર સહેવાગે પુત્ર આર્યવીર સાથેની આ વીડિયો કોલનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સાથે જ તેને ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો. સહેવાગે જણાવ્યું કે ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનવાથી લઈને ફાઈનલની રોમાંચક ક્ષણો વિશે પુત્ર સાથે વાત કરવી તેના માટે ખૂબ જ ખાસ રહી હતી.
તેને વધુમાં લખ્યું કે જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે, જે મોટા એવોર્ડ, રન કે ટ્રોફી કરતાં પણ વધુ કિંમતી હોય છે. એક પિતા માટે આવી યાદો હંમેશાં તેના દિલમાં સચવાયેલી રહે છે.
આ પણ વાંચો: WPL 2027: WPLના વેન્યુમાં મોટો ફેરફાર, હવે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મુંબઈની તમામ મેચ




